નેન્સી પારેખ અને ટીમ, માનસી પારેખ અને ટીમ અને દિયા સુતારીયા અને તેની ટીમને 5000નું રોકડ ઈનામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત રંગોળી સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધા બે કેટેગરીમાં રાખવામાં આવેલ અને કુલ-525 રંગોળીઓ બનાવવામાં આવેલ. ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને રૂપિયા 5 હજાર ઈનામ આપવામાં આવશે. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ અગીયારને રૂપિયા 5000- તથા એકાવન સ્પર્ધકને રૂપિયા 1000 આશ્વાસન ઈનામ આપવામાં આવશે.
- Advertisement -
ત્રણ લકકી વિજેતાને લકી ડ્રો દ્વારા રૂપિયા 5000ની ફટાકડાની કીટ આપવામાં આવી હતી. સ્પર્ધાના નિર્યાયકો તરીકે મુકેશભાઇ વ્યાસ, ચૈતન્ય વ્યાસ, જયશ્રીબેન રાવલ, રૂપલબેન સોલંકી, વલ્લભભાઈ પરમાર, એમ.યુ.ચૌહાણ, ડો.અસિતભાઈ ભટ્ટ, ડો.પ્રદીપભાઈ દવે, મુકેશભાઇ ડોડીયા, જગદીશભાઇ ચૌહાણ, નલીનભાઈ સૂચક, મુકેશભાઇ ત્રિવેદીએ સેવા આપી હતી. (1) નેન્સી પારેખ તથા ટીમ, (2) માનસી પારેખ તથા ટીમ અને (3) દિયા સુતરીયા તથા ટીમને રૂપિયા 5000/-નું રોકડ ઈનામ આપવામાં આવનાર છે. વ્યક્તિગત રંગોળી 5ડ્ઢ5ની બનાવવામાં આવેલ, જેમાં પ્રથમ અગીયાર રંગોળીના વિજેતા (1) તુલસી દફતરી, (2) તુલસી કાલરીયા, (3) અમૂલ કંજારા, (4) વેનિષા પરમાર, (5) વિવેક હરનેશા, (6) માનસી ચૌહાણ, (7) મૈત્રી વેકરીયા, (8) નિકિતા પટેલ, (9) જય ભેડા, (10) જીગ્નેશ ધોળકિયા તથા (11) પૂજાબેન નિમાવતને પણ રૂપિયા 5000/-નું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત એકાવન સ્પર્ધકને રૂપિયા 1000/- ઈનામ આપવામાં આવશે.



