ચાહકો સતત સવાલ કરી રહ્યા છે કે શું બંનેએ તેમના લગ્નની શોપિંગ શરૂ કરી દીધી છે
છેલ્લા કેટલાક સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને ઘણી વાતો સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટનો સબ્યસાચી સાથેનો ફોટો પણ વાયરલ થયો હતો, ત્યાર બાદ અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું કે આલિયા આખરે રણબીર કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ સિવાય રણબીર અને આલિયા ડિઝાઇનર બીના કાનન સાથે પણ જોવા મળ્યા હતા.
ચાહકો સતત સવાલ કરી રહ્યા છે કે શું બંનેએ તેમના લગ્નની શોપિંગ શરૂ કરી દીધી છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે લગ્નની તારીખ સાથે જોડાયેલા સવાલ પર પ્રતિક્રિયા આપી હતી. રણબીરે કહ્યું કે તે અને આલિયા લગ્ન કરવાના સંપૂર્ણ મૂડમાં છે અને બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે.
- Advertisement -
રણબીર અને આલિયા ઘણા વર્ષોથી એકબીજા સાથે છે. વર્ષ 2018માં, જ્યારે બંનેએ ફિલ્મ `બ્રહ્માસ્ત્ર`નું શૂટિંગ શરૂ કર્યું, ત્યારે તેમનો પ્રેમ ખીલ્યો હતો. હાલમાં જ બંનેએ વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ પહેલીવાર હશે, જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ચાહકોએ પૂછવું પડશે કે શું આ બંને ફિલ્મની રિલીઝ પહેલા લગ્ન કરી રહ્યા છે?
અત્યાર સુધી, આલિયા અને રણબીર પોતાની આગામી લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. તાજેતરમાં બનારસથી બંનેની વાયરલ તસવીરો સામે આવી હતી. બનારસમાં આ સ્ટાર કપલે આ ફિલ્મ માટે એક રોમાંટિક સોંગનું શૂટ કર્યું હતું. બ્રહ્માસ્ત્રના સેટથી રણબીર અને આલિયાનો લૂક સામે આવી ગયો છે.
https://www.instagram.com/p/CbHHjcPIiii/
- Advertisement -
બોલીવુડના વર્તમાન સમયમાં અત્યારે સૌથી લોકપ્રિય ગણાતા સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને આજકાલ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, તેમના વફાદાર ફેન્સ હવે આલિયા અને રણબીરના લગ્નને લઈને વધુ સમય રાહ જોવા માંગતા નથી. ત્યારે આ બાબતે તાજેતરમાં રણબીર કપૂરના ફોઈ એટલે કે, રીમા જૈનએ મોટો ખુલાસો કર્યો છે. રણબીર અને આલિયાએ તાજેતરમાં જ તેમની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘બ્રમ્હાસ્ત્ર’નું શૂટિંગ વારાણસી ખાતે પૂર્ણ કર્યું છે. અમે તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પૂર્વે, અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. બ્રમ્હાસ્ત્ર ફિલ્મ આગામી તા. 09/09/2022ના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમના ફેન્સ આ ફિલ્મ નિહાળવા માટે ખુબ જ ઉત્સાહિત છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આલિયા ભટ્ટ તેના લગ્નના દિવસે જાણીતા ફેશન ડિઝાઈનર ‘સબ્યસાચી’નો ડિઝાઇન કરેલો બ્રાઇડલ લહેંગો પહેરી શકે છે.
https://www.instagram.com/p/CbrJllfq3w1/
અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર કપલ્સમાંના એક છે. આ બંનેની કેમેસ્ટ્રીને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગયા વર્ષે પણ આ કપલ તેમના લગ્નને લઈને ચર્ચાઓમાં હતા. હવે એવું જણાવાઈ રહ્યું છે કે રણબીર અને આલિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે. હવે આ લગ્ન પર રણબીરના ફોઈ રીમા જૈને પોતાનું મૌન તોડ્યું છે.
આ પણ વાંચો: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની લેટેસ્ટ તારીખ આવી સામે, જાણો વિગત
https://khaskhabarrajkot.com/2022/03/28/the-latest-date-ranbir-kapoor-alia-bhatts-wedding/
રણબીરે પ્રતિક્રિયા આપી: આલિયા ભટ્ટ સાથેના લગ્નની તારીખ અંગે પ્રતિક્રિયા આપતા રણબીર કપૂરે કહ્યું કે “મને પાગલ કૂતરો નથી કરડ્યો કે હું મીડિયા સમક્ષ તારીખની જાહેરાત કરું, પરંતુ હું ચોક્કસપણે કહી શકું છું કે હું અને આલિયા બંને લગ્ન કરવા તૈયાર છીએ. અમે પ્લાન કરી રહ્યા છીએ. આશા છે કે તે જલ્દી થશે.” અભિનેતાએ લગ્નની તારીખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
રણબીરના ફોઈએ આપી આ જાણકારી: સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીર કપૂરના ફોઈ રીમા જૈનને તાજેતરમાં રણબીર અને આલિયાની વેડિંગ ડેટને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે રીમા જૈનએ જણાવ્યું હતું કે, આ બંને સ્ટાર્સ હજુ લગ્ન નથી કરી રહ્યા. તેણીએ આગળ જણાવ્યું હતું કે, ”મને આ બાબત વિષે કોઈ જાણકારી નથી. તેઓ બંને લગ્ન કરશે, પરંતુ ક્યારે કરશે તે વિષે મને કોઈ જ ખબર નથી. જ્યારે તેઓ બંને લગ્નનો નિર્ણય કરશે, ત્યારે સૌને જાણ થઇ જશે.”
રણબીરના ફોઈએ આગળ જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી આલિયા અને રણબીરના લગ્નને લઈને કોઈ જ તૈયારી નથી કરી, તો આવામાં આટલું જલ્દી કઈ રીતે થઇ શકશે. જો બંનેના લગ્નની વાત સાચી હોત, તો એ તેમના માટે શોકિંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસોથી રણબીર અને આલિયાના લગ્નની અફવાઓ સતત ઉડી રહી છે. જો કે, તેમની વેડિંગ ડેટને લઈને આ સ્ટાર કપલ તરફથી કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી કે તેમના પરિવારે પણ કોઈપણ પ્રકારની જાણકારી આપી નથી.
આ પણ વાંચો:
https://khaskhabarrajkot.com/2022/03/29/debina-banerjee-was-seen-doing-headstand-without-wall-support-during-pregnancy/