ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
રાણાવાવ તાલુકાના રાણાવાવ ગામે સરકારી ગૌચર સ.નં. 2045 માં અનધિકૃત દબાણ દૂર કરવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રણમલ ગીગા કુછડિયા, ભુરાભાઈ દેવાભાઈ ઓડેદરા અને વિક્રમ દેવાભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવેલ કુલ 35,600 ચો.મી. (25 વિઘા) અનધિકૃત કબજો હટાવવામાં આવ્યો. મામલતદાર રાણાવાવ, પીજીવીસીએલ ટીમ અને પોલીસ સ્ટાફની સંયુક્ત કાર્યવાહીથી આ દબાણ હટાવાયું. તંત્રએ ગૌચરની જમીન મુક્ત કરાવવા માટે કડક પગલાં ભર્યા હતા. કબજા હેઠળની જમીનની કિંમત અંદાજે રૂ.2.5 કરોડ થાય છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રના અધિકારીઓ અને સુરક્ષા દળો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગૌચરની જમીનનું અનધિકૃત દબાણ હટાવવામાં આવતા સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સરકારી તંત્રએ દબાણ કરનારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી છે.
રાણાવાવ: સરકારી ગૌચરમાં થયેલાં 25 વીઘાના અનધિકૃત દબાણ પર બુલડોઝર ફરી વળ્યું
