ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રામનાથ મહાદેવ મંદિરમાં લોકો માનતાઓ માને છે અને લોકોની તમામ માનતાઓ અહીં પરિપૂર્ણ થાય છે. સમગ્ર રાજકોટના લોકોને રામનાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે.
- Advertisement -
શ્રાવણ મહીનાના ત્રીજા સોમવારે રાજકોટ શહેરના અતિ પૌરાણિક અને સ્વયંભુ રામનાથ મહાદેવ 19/8 ને સોમવારે રક્ષાબંધન ના દિવસે બપોરે 4:00 કલાકે નીકળશે ફુલેકા નો રૂટ રામનાથ મંદિરથી રામનાથ પરા રોડ, કોઠારીયા નાકા પેલેસ રોડ, આશાપુરા મંદિર પાછળથી કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથી ખાના અને રામનાથ મંદિર પરત આવશે. બપોરે ત્રણ કલાકે શોડષોપચાર પૂજનઆ દિવસે અભિજીત યોગ સાથે શિવપ્રિય આદ્રા નક્ષત્ર હોવાથી ભક્તો ને મનોકામના દાદા પૂર્ણ થશે તેવું મહંત હરશુખગીરી ગોસ્વામી એ જણાવ્યું હતું
સ્વયંભુ સિઘ્ધ રામનાથ મહાદેવના અનેક પરચાઓ છે જયારે ચેપી રોગ સૌને બેહાલ કરી દીધી હતા ત્યારે સ્વયં રાજાએ હાર માની લીધી ત્યારે મારા દાદાબપુએ રાજાને સુચત કર્યુ કે જો આ રોગ દૂર થાય તો આપણા રામનાથ મહાદેવની વર્ણાગીરૂપે ફુલેકુ કાઢીશું, ત્યારબાદ રોગ વકરતો અટકે છે. અને રામનાથ દાદાનું ફુલેકું કાઢવામાં આવ્યું. આવા તો અનેક પરચાઓ રામનાથ મહાદેવના છે. ત્યારબાદ 1978માં પૂરની સ્થિતિ સર્જાય હતી ત્યારે પણ રામનાથ મહાદેવનો અનેરો પરચો જોવા મળ્યો હતો.ભાવિકોએ રામનાથ મહાદેવ પર અતૂટ વિશ્ર્વાસ થકી તેમના કાર્યો પાર પડે છે. દૂર દૂરથી અહી શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.