રાજકોટની આજી નદીના મધ્યે બિરાજતા અને રાજકોટના ગ્રામ્ય દેવતા સ્વયંભૂ રામનાથદાદાને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. રામનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભાવિકો ઉમટી પડ્યા હતા અને રામનાથદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બપોરે 12 વાગ્યે મહાપૂજા, સવાર-સાંજ મહાઆરતી અને રાત્રે 9:30 કલાકે ભૈરવ મહાપૂજા કરવામાં આવે છે. આ મંદિર દર્શન માટે 24 કલાક ખુલ્લુ રહે છે. શ્રાવણી સોમવારે રામનાથદાદાનો ફૂલેકા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં ત્રીજા સોમવારે રામનાથદાદાની વરણાગી નીકળે છે. શ્રાવણ મહિના દરમિયાન રોજ રામનાથદાદાને વિશેષ શણગાર કરવામાં આવે છે.
આજી નદીના મધ્યે બિરાજતાં રામનાથદાદાને ફૂલોનો વિશેષ શણગાર, ભાવિકોએ દર્શન કર્યા

Follow US
Find US on Social Medias