જામનગર રોડ પર ભૂતનાથ મહાદેવ ખાતે શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ
કથા વક્તા રાજેશ ત્રિવેદી દ્વારા સંગીતમય શૈલીમાં ભાગવત પ્રસંગોનું વર્ણન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જામનગર રોડ ભોમેશ્વરમાં ભૂતનાથ મહાદેવના મંદિરે પૂજારી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. વક્તા રાજેશદાદા ત્રિવેદી (થોરીયાળીવાળા)ના શ્રી મુખે તા.16/12 સોમવારથી શરૂ થયેલી કથામાં તા.18/12ના રોજ વામન જન્મ તથા રામ જન્મ થયો હતો. તા.19/12ના રોજ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું તેમજ તા.20/12ના રોજ ગોવર્ધન પર્વતની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દરેક ગોપીઓ તથા ભૂતનાથ મંદિરમાં કથા શ્રવણ કરવા આવેલા શ્રોતાઓ સંગીતના તાલે રાસ રમી ઝૂમી ઉઠ્યા અને ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વક્તા રાજેશ ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્યું કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ આ ધરતી પર જન્મ લઈ ગૌ સેવા,માતાપિતાની સેવા કરી, નારીની રક્ષા કરી, દીકરીઓની રક્ષા કરી એમ ધર્મ કાર્ય કર્યા એમ સૌ લોકો પણ કૃષ્ણના માર્ગની નીતિને અપનાવે અને ભારત દેશના રાષ્ટ્રની રાષ્ટ્રિય કાયમ ટકાવી રાખે એવો અભિગમ રાખે એવું કહી શ્રોતાઓને કૃતાર્થ કર્યા હતા.
તેમજ ગૌ રક્ષા તેમજ ગૌ હત્યા બંધ કરવા માટે બજરંગ સેના રાષ્ટ્રિય અધ્યક્ષ અશોક શર્મા દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં પોતે ગૌ માતાને રાષ્ટ્રિય માતા તરીકે દરજ્જો મળે એ હેતુથી પોતે પણ હસ્તાક્ષર કરી સૌને આ મહા હસ્તાક્ષર અભિયાનમાં સહભાગી થવા અપીલ કરેલ હતી.



