જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં નામાંકિત રામ ગ્રુપ અને સહેલી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે તા. 5 જુલાઈ 2025 ને શનિવારના રોજ ઋષભ વાટીકા પાર્ટી પ્લોટ ખાતે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાજરમાન આયોજનમાં કોઈપણ જ્ઞાતિની હેન્ડીકેપ, માવતરવિહોણી, આર્થિક રીતે જરૂરિયાત હોય તેવી 11 બહેનોના લગ્ન કરાવી આપવામાં આવશે. આ દીકરીઓને કરિયાવરમાં 101 વસ્તુ આપવામાં આવશે. જેઓ ફોર્મ ભરવા માટે આવે છે તેઓએ દીકરી-દીકરાના આધારકાર્ડની ઝેરોક્ષ બંનેના બે-બે ફોટોગ્રાફ, બંનેના માતા-પિતાના આધારકાર્ડની ઝેરોક્ષ તેમજ સાક્ષીના આધારકાર્ડની ઝેરોક્ષ આ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવા માટે આવી શકે છે.
આ કાર્યને સફળ બનાવવા માટે રામ ગ્રુપના પ્રમુખ આશિષભાઈ પુજારા, સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ જીતાબેન દત્તાણી, મંત્રી જલ્પાબેન દત્તાણી, બીના રઘુવંશી તેમજ બંને ગ્રુપની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. વધુ માહિતી માટે આશિષભાઈ પુજારા 9825300333, જીતાબેન દત્તાણી 9924753722નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.



