કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે આસ્થા ટ્રેનને લીલીઝંડી અપાઈ
રાજકોટથી અયોધ્યા આસ્થા ટ્રેન શરૂ: 1344 રામભક્તોને માત્ર 1595 રૂપિયામાં રામલલ્લાના દર્શન કરાવશે ભાજપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 500 વર્ષ પછી અયોધ્યામાં શ્રી રામમંદિરના ભવ્ય નિર્માણના ઉદ્ઘાટન બાદ 22 જાન્યુઆરીના રોજ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ સમગ્ર ભારતમાંથી રામભક્તો અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાના દર્શન અર્થે ઉમટી પડ્યા છે ત્યારે રાજકોટ લોકસભાની આસ્થા ટ્રેનમાં 1344 રામભક્તો ભાઈઓ-બહેનો અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાના દર્શન કરી શકે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેરના તમામ લોકસભા વિસ્તારના રામભક્તો માટે આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટ શહેરના દર્શનાર્થીઓ ગઈકાલે સાંજે 4-00 કલાકે રેલ્વે સ્ટેશન પહોંચી ગયા હતા અને જય જયશ્રી રામ તેમજ ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. દરેક રામભક્તોને લઈને અયોધ્યા પહોંચાડવા માટેની આસ્થા ટ્રેનને સાંજે 6-00 કલાકે કર્ણાટકના પૂર્વરાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ રેલ્વે જંકશનથી આસ્થા ટ્રેનને લીલીઝંડી આપી રવાના કરાઈ હતી. આ આસ્થા ટ્રેનમાં માત્ર 1595 રૂપિયામાં રાજકોટ અયોધ્યા ટ્રેઈન ટિકિટ તેમજ ખાવા-પીવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેઈનની સંપૂર્ણ વ્યવસ્થા ઈન્ચાર્જ શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુર શાહ, સહઈન્ચાર્જ જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ, વોર્ડ નં. 1ના પ્રમુખ હમુ પરમાર દ્વારા કરવામાં આવી હતી અને શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ તથા વિક્રમભાઈ પુજારાએ જહેમત ઉઠાવી હતી.
આ તકે રાજકોટ રેલવે જંકશન ખાતે શહેર ભાજપ પ્રમુખ મકુેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વપ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા સહિતના શહેર ભાજપના હોદ્દેદારો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આસ્થા ટ્રેનમાં જતાં રામભક્તોને શુભેચ્છા પાઠવી હતી.