આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજાર જેટલા કર્મચારીઓ હડતાળ પર
વર્ગ-3ના કર્મચારીઓ મળી રહેલા ગ્રેડ પેની રકમથી નારાજગી, વધારવા માંગણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતાર્યા છે અને તેને લઈને રાજકોટ ખાતે આજે એક રેલી નીકળી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાય તેવી શક્યતા છે.
- Advertisement -
ગઇકાલથી આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજાર જેટલા કર્મચારીઓ હડતાળ પર છે. પંચાયત સેવાના હેલ્થ વર્કર કેડરને મળતો 1900 ગ્રેડ પેને બદલે 2800 ગ્રેડ પે તેમજ સુપરવાઈઝર વગેરેમાં 2400 ને બદલે 4200 ગ્રેડ પે લાગુ કરવાની માગણી કરાઈ છે. બીજી તરફ ખાતાકીય પરીક્ષા કેડર રદ સહિતના મુદ્દે આંદોન કરાશે, તેમ મહાસંઘના પ્રમુખે જણાવ્યું છે. આ હડતાળના પડઘા સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યા છે. જેમાં ભાવનગર, અમરેલી, આણંદ, ભરૂચ, સુરત, ગાંધીનગર સહિત અનેક ક્ષેત્રોમાં વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ વિરોધનો સુર ઉઠ્યો છે.
પ્રથમ દિવસે 33 જિલ્લાઓમાં વર્ગ-3ના કર્મચારીઓ હડતાળમાં જોડાઈને દરેક જિલ્લામાં કલેક્ટર, ડીડીઓ અને ઈઉઇંઘને આવેદનપત્ર પાઠવ્યા છે.
પ્રથમ 20 માર્ચ સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. નહીંતર ત્યાર બાદ મહાસંઘના આદેશ મુજબ જલદ કાર્યક્રમ પણ યોજાઈ શકે છે. જો કે વિરોધનો સુર વધે એ પહેલા જ સરકાકર કોઈ નિરાકરણ લાવવા વિચાર વિમર્શ કરી રહી છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના પંચાયત વિભાગ વર્ગ ત્રણના ખઙઇંઠ, ઋઇંઠ, ખઙઇંજ,ઋઇંજ તેમજ ઝઇંજ, ઝઇંટ અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ-બહેનોને ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ- પે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી બાબત તેમજ સ્ટાફ નર્સ (પંચાયત) કેડરોના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્ર્નોના પગલે હડતાળ કરી રહ્યા છે.