OMG 2 ફિલ્મની રિલીઝના 1 મહિના પહેલા જ મેકર્સે આજે તેનું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે.
- Advertisement -
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે ઘણા એવા પાત્રો ભજવ્યા છે, જેને લોકો વર્ષો સુધી ભૂલી શકાય એમ નથી અને આવું જ એક પાત્ર તેની ફિલ્મ OMG એટલે કે ‘ઓહ માય ગોડ’માં ભજવ્યું હતું. ફિલ્મમાં તેઓ ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે એવા લોકોને ચૂપ કરી દીધા જેઓ માને છે કે ભગવાન નથી. હવે 11 વર્ષ પછી આ ફિલ્મ ની સિક્વલ ‘OMG 2’ રિલીઝ થવા જઈ રહી છે. નોંધનીય છે કે ફિલ્મની રિલીઝના માત્ર 1 મહિના પહેલા જ મેકર્સે આજે તેનું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે.
ફિલ્મમાં આસ્તિક કાંતિ શરણ મુદગલની કહાની
ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીના વોઈસ ઓવરથી થાય છે. જેઓ આસ્તિક અને નાસ્તિકની વાદવિવાદથી દૂર પ્રભુના મહિમા પર વાત કરી રહ્યા છે. તે કહે છે કે તકલીફમાં કરેલ હાકલ સાંભળીને ભગવાન મદદ કરવા આવે છે, પછી તે નાસ્તિક કાનજીભાઈ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ હોય. તો આ વખતે વાર્તા કાંતિ શરણ મુદગલની હશે.
- Advertisement -
ટીઝર જોઇને તમે પણ કહેશો ‘હર હર મહાદેવ’
આ ટીઝરથી અક્ષય કુમારે ફરી એકવાર તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ સાથે જ ટીઝરમાં પંકજ ત્રિપાઠીની જોરદાર એક્ટિંગની ઝલક પણ જોવા મળી છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં ‘હર હર મહાદેવ’ ના નારા ગુંજવાનો અવાજ સંભળાય છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
જણાવી દઈએ કે ‘OMG 2’ 2012માં આવેલી ફિલ્મ ‘OMG’ની સિક્વલ છે, જેમાં પરેશ રાવલે ભગવાન વિરુદ્ધ કેસ કર્યો હતો અને અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ‘OMG 2’ અક્ષયની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને વાયાકોમ18 સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સિક્વલમાં નવા અને જૂના કલાકારોનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ છે.
અરુણ ગોવિલ શ્રીરામના અવતારમાં દેખાશે
‘OMG 2’નું બીજું એક રસપ્રદ પાસું એ છે કે અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકામાં પાછા આવશે. આ સાથે ‘OMG’માં સાધુની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિંદ પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. તેથી જ તેની બોક્સ ઓફિસ પર ‘ગદર 2’ સાથે ટક્કર થશે.