સરકાર દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતા તે આજદિન સુધી પૂરા થયા નથી
ખાસ-ખબર સંવાદદાતા
કૃષિ કાયદા વિરૂદ્ધ દેશમાં મોટા આંદોલનની આગેવાની કરનાર રાકેશ ટિકૈતે ફરી એકવાર ધરણા પ્રદર્શનની જાહેરાત કરી છે. મુઝફરપુરમાં રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે 26 નવેમ્બર 2020ના રોજ દિલ્હીની સરહદ પર આંદોલન શરૂ થયું હતું . આ બાદ સરકાર દ્વારા આંદોલન ખતમ કરવા ઘણા વચનો આપ્યા હતા પણ સરકાર દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતા તે આજદિન સુધી પૂરા થયા નથી. આવી સ્થિતિમાં ખેડૂતોને ફરી આંદોલન કરવાની ફરજ પડી છે.
- Advertisement -
જે 26 નવેમ્બરે ફરી એકવાર શ કરવામાં આવશે. રાકેશ ટિકૈતે કહ્યું કે યુનાઈટેડ કિસાન મોરચા, ખેડૂતો સાથે મળીને હવે દેશના તમામ રાયોની રાજધાની પર ધરણા કરશે અને રાયપાલના નામે તેમની માંગણીઓ અંગે ત્યાંના જિલ્લા પ્રશાસનને એક મેમોરેન્ડમ આપશે. 26 નવેમ્બરે દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન શું થયું હતું. રાકેશ ટિકૈતે કહ્યું કે યારે ખેડૂતોને આંદોલન સમા કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સરકારે ઘણા વચનો આપ્યા હતા પરંતુ આ વચનો પૂરા થયા નથી.
ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, સરકારે એમએસપીની માંગ પૂરી કરી નથી, શેરડીના ભાવમાં કઈ ફેરફાર થયા છે અને ન તો સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. આ અંગે રાયપાલને મેમોરેન્ડમ આપવામાં આવશે. સરકાર પોલીસની મદદથી આંદોલનને દબાવી રહ્યો છે, તેની સામે કેસ નોંધવામાં આવ્યા છે.