રાજ્યસભાનું શિયાળુ સત્ર ચાલુ છે ત્યારે તાજેતરમાં જ રાજ્યસભાની કોંગ્રેસ બેન્ચ પર ચલણી નોટ મળી આવી હતી. જેને લઇ રાજ્યસભામાં મોટો હોબાળો થવા પામ્યો છે.
કોંગ્રેસની બેન્ચ પર ચલણી નોટોનો એક વાડી જોવા મળતાં રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. અધ્યક્ષે પોતે ગૃહમાં આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
આજ રોજ અધ્યક્ષ જગદીપ ધનખરે માહિતી આપી હતી કે ગઇકાલે રાજ્ય સભા સ્થગિત થયા પછી, સુરક્ષા અધિકારીઓએ અમને માહિતી આપી કે સીટ નંબર 222 પરથી રોકડ મળી આવી છે. આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. આ મામલે નિયમ મુજબ તપાસ થવી જોઈએ અને તે પણ થઈ રહી છે.