મંત્રી જે. પી. નડ્ડાએ પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી અને નાણાંકીય સલાહકારની જગ્યાઓ ભરવા ખાત્રી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં કુલ ચાર પદ માટેની જગ્યાઓ ખાલી પડી છે. ખાલી પડેલી જગ્યાઓમાં પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી અને નાણાંકીય સલાહકારનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓ વહેલી તકે ભરવા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલાએ રજૂઆત કરી છે.
વધુમાં નવીદિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડા સાથે રાજકોટ ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલ સંદર્ભે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા તેમજ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમના દ્વારા રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં હાલ ખાલી જગ્યાઓ બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી. જેમાં મુખ્ય ખાલી જગ્યાઓ જેમ કે પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી, નાણાંકીય સલાહકારનો સમાવેશ થાય છે અને આ તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી. આ અંગે વિસ્તૃત ચર્ચા કરતાં બંને સાંસદોની ભારપૂર્વકની રજૂઆત સંદર્ભે મંત્રી જે. પી. નડ્ડાએ રજૂઆતને હકારાત્મક રીતે લેતાં અને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવશે જેથી કરી રાજકોટ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં જલદીથી ખાલી જગ્યા ભરાશે જોથી સૌરાષ્ટ્ર તથા ગુજરાતના લોકોને આરોગ્ય ક્ષેત્રે સારી ઉત્તમ અને સરળતાથી સારવાર મળી રહેશે.