ગુજરાતના રાજ્યસભાના ચાર સદસ્ય માર્ચના અંતમાં ટર્મ પૂર્ણ થઈ રહી છે. રાજ્યસભાની ચાર બેઠકનું ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી 15 છે. જ્યારે રાજ્યસભાની ચાર બેઠકો માટે 27 મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચૂ્ંટણી યોજાશે.
- Advertisement -
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. 27 મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં 4 બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. આગામી તા. 27 મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે.
માર્ચના અંતમાં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ પૂર્ણ
માર્ચના અંતમાં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ પૂર્ણ થાય છે. જેમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક, નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોત પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે.