મુખ્ય આયોજક વિશાલ પટેલ અને મોહિત વઘાસિયાની ટીમ દ્વારા રાસોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે
સુપ્રસિદ્ધ સિંગર રિયાઝ કુરેશી, જયદાન ગઢવી, ચાર્મી રાઠોડ ખેલૈયાઓને સૂરોના તાલે ડોલાવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવલા નોરતા એટલે માં જગંદબાની આરાધનાનો તહેવાર જેમ જેમ નવલા નોરતા નજીક આવતા જાય જાય તેમ તેમ ગુજરાતીમાં થનગનાટ વધતો ય છે. એમાં વિશ્ર્વભરમાં પ્રચલિત રાજકોટ એટલે ગરબાનું હબ કેહવાય ત્યારે છેલા 11 વર્ષથી રાજકોટના યુવાધન હેયામાં અર્જુન જ્વેલર્સ પ્રેઝન્ટ આત્મન ગ્રુપ “રજવાડી રાસ મહોત્સવ” આ વર્ષે પણ યુવાધનને ડોલાવવા તત્પર છે.
રાજકોટના હ્રદયસમાં વિસ્તાર 150 રીંગ રોડ બાલાજી હોલ પાછળ ધોળકિયા સ્કૂલ ની સામેના પટાંગણમાં વિશાળ શ્રેષ્ઠ પ્લેગ્રાઉન્ડ – સુપાચ્ય અલ્પાહાર પાણી જઈ હાઇજેનીક મોબાઇલ ટોયલેટ અને પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ ખાસ સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, પારિવારિક માહોલ વચ્ચે બાઉન્સર સિક્યોરિટીની વ્યવસ્થા કરેલી છે.તેમજ ખેલૈયાઓને ઝૂમાવવા રાજકોટના ખ્યાતનામ જીલ એન્ટટાઇન્ટમેન્ટ આઇ કે રિધમ ઑરકેસ્ટ્રાના સથવારે કંઠની કોયલ ફોક સિંગર ચાર્મી રાઠોડ, સૂરનો બેતાજ બાદશાહ રિયાઝ કૂરેશી, ડાયરાનો માણીગર જયદાન ગઢવી તેમજ સમગ્ર માહોલ ઝલક જોશી વાણીથી તરબોળ કરશે. 1,00,000 વોલ્ટ લાઈન એરર આશિષ સાઉન્ડ સિસ્ટમના સુરે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.
આ આયોજનને ચાર ચાંદ લગાવવા માટે ચેરમેન વિશાલ પટેલની રાહબરી હેઠળ વાઇસ ચેરમેન મોહિત વઘાસિયા, પ્રેસિડેન્ટ સંજયસિંહ ઝાલા, વાઇસ પ્રેસિડેન્ટ હિરેન પટેલ, સેક્રેટરી તરંગ રૂૂપાપરા, વાઇસ સેક્રેટરી વિરજસિંહ ઝાલા, ગૌરવ પટેલ, હિરેન રોકડ, ભાવેશ સોરઠીયા, જીતેન જડિયા, વસીમ ડાકોરા, વિરાજ પટેલ, નિશાંત સેઠ, ભાવેશ પાદરીયા, એજાજ ડાકોરા, જતીન મકવાણા, અરુણ દેશાણી, સંદીપ મકવાણા, સંજય ગઢવી, હર્ષ નથવાણી, પંકજ કમાણી, રાજ પાગડા, ચિરાગ ડોબરીયા, નિશાંત ભૂત, નિકુંજ પટેલ, રાહુલ લીંબાણી તેમજ આત્મન ગ્રુપના તમામ સભ્યો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. ખેલૈયાઓને પાસ માટે ઇમ્પિરિયલ હાઇટ્સ બી 605, બિગબજર સામે, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ ખાતે મો.નં. 8460001008 પર સંપર્ક કરવા ચેરમેન વિશાલ પટેલ જણાવાયું છે…