ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 10 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્યચીજોના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી તેમજ વાસી અખાદ્ય ચીજોનો કુલ 10 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
શહેરના રાજવી ગોલાને ત્યાં પડતર રહેલ માવાની રબડી 2 કિ.ગ્રા., ફલેવર્સ સોડા શોપને ત્યાં એક્સપાયરી ડેટ વીતેલ સરબતની બોટલ 10 નંગ, ઘનશ્યામ ચાઇનીઝ પંજાબીને ત્યાં વાસી અખાદ્ય નુડલ્સનો નાશ કરવામાં આવ્યો અને ઘનશ્યામ ગોલાને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તથા પટેલ કેન્ડી, મોંજિનિસ કેક શોપ, બીટુ ચાઇનીઝ પંજાબી, ખોડલ પાણીપુરી, પિતૃ કૃપા મસાલા ભંડાર, લાલા રઘુવંશી સિઝન સ્ટોરની ચકાસણી કરવામાં આવી હતી તેમજ પિતૃ કૃપા મસાલા ભંડાર અને લાલા રઘુવંશી સિઝન સ્ટોરમાં રાય અને જીરુના નમૂના લેવામાં આવ્યા હતા.