ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા ખાતે જીલ્લા કક્ષાના 76માં પ્રજાત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ ઉજવણી અંતર્ગત રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઇ તથા પોલીસ કર્મચારીનુ સન્માન કરાયું હતું. જેમા રાજુલાના પીઆઇ વી.એમ. કોલાદરા તેમજ હેંડ કોન્સ. હરપાલસિંહ ગોહિલની શ્રેષ્ઠ કામગીરી બદલ જીલ્લા કલેકટર અજય દહિયા તથા જીલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા પ્રશાંતપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ ઉત્તરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.