ગુડ ટચ, બેડ ટચ સહિત જાગૃતતા માટે માર્ગદર્શન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં મરીન પીપાવાવ પોલીસ દ્વારા વિધાર્થીઓમાં જાગૃતતા માટે ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ અંતર્ગત મરીન પીપાવાવ પોલીસ દ્વારા મિશન સ્માઇલ કાર્યક્રમ ગુડ ટચ, બેડ ટચ અંગે જાગૃતતા માટેનો સેમિનાર યોજાયો હતો. જેમાં સમઢિયાળા, ખેરા, ચાંચબંદર ખાતે પ્રાથમિક શાળાઓમાં સેમિનાર દરમિયાન પોલીસ દ્વારા વિધાર્થીઓને ગુડ ટચ, બેડ ટચ અને કોઈ વ્યક્તિ શરીરના કોઈ અંગને ટચ કરવાથી તેના ઇરાદાનો ખ્યાલ આવે તેમજ સારા અને ખરાબ માણસોની કેવી રીતે પરખ કરવી અને આવો બનાવ બને તે માટે શું કરવું સહીત વિવિધ જાગૃતાની બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
સાથોસાથ કોમલ મૂવી બતાવી તે સંબંધે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. અને કોઈપણ બેડ ટચનો અનુભવ થાય તો તુરંત ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર તાત્કાલિક જાણ કરવી.
અને મરીન પીપાવાવ પોલીસ દ્વારા કુલ 1042 શાળાના વિધ્યાર્થીઓને સેમિનાર દરમિયાન જાગૃતતા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કોવાયા ગામે આદિત્ય બિરલા સ્કૂલ ખાતે પણ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પીએસઆઇ એ.આર. છોવાળા, હિંમતભાઈ રાઠોડ, ભરતસિંહ ગોહિલ, ઈન્દુભા ગોહિલ, પારસભાઈ પંડયા તથા સ્ટાફગણ, શાળા શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



