ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.28
રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે આહીર સમાજ વાડી ખાતે કોગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામા આવ્યું. સૌપ્રથમ સૈમૈયુ તથા કંકુ તિલંક કરી અને ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે ગ્રામજનોએ અમરેલી લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમરનુ સન્માન કર્યું હતું. ત્યારબાદ કોગ્રેસ લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમર, વીરજી ઠુમર, જીલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, ટીકુભાઇ વરૂ, વિરોધ પક્ષના નેતા જે.ડી.કાછડનું ફુલહારી પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું. અમરેલી લોકસભામાં કોગ્રેસ પક્ષે જેનીબેન ઠુમરને ઉમેદવાર બનાવ્યા છે જે બાદ વિવિધ ગામના આગેવાનો સાથે મુલાકાત કરવામા આવી રહી છે. ત્યારે રાજુલાના કુંડલીયાળા ગામે આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરાઇ. આ મુલાકાત દરમિયાન આવનારા સમયમા કેવી રીતે આગળની રણનીતિ બનાવી તેમજ તાલુકા મથકો પર લોકોના ક્યા-કયા પ્રશ્નોના મુદ્દાઓને વાચા આપવા સહિત વિવિધ બાબતોએ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. જેનીબેન દ્વારા જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં કોગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને લઇ આપના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. આ સમગ્ર આયોજન ગાગાભાઇ હડિયા, હિતેષભાઇ સોલંકી સહિત આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી