રાજુલા વિસ્તારમાં બળાત્કાર તથા આઇ.ટી.એક્ટના ગુન્હાના આરોપીને રાજુલા પોલીસે દ્વારા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા પો.સ્ટે. માંગુ.ર.નં.11193050240168/2024 આઇ.પી.સી. કલમ 376(2)(એન), 506(1) તથા આઇ.ટી. એક્ટ કલમ 66(ઇ) મુજબના ગુન્હાના કામના આરોપીએ પ્રથમ ફરીયાદી સાથે મીત્રતા કેળવી બાદ ફરીયાદીનો મોબાઇલ નંબર મેળવી ત્રણેક મહિના પહેલા ફરીયાદીના ઘરે આવી ફરીયાદીની જાણ બહાર તેના મોબાઇલ ફોનમાં ફરીયાદી ન્હાતા હોય તેનો વીડીઓ ઉતારી લઇ અને ફરીયાદીને તે વીડીઓ મોકલી બ્લેક મેઇલ કરી ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીર સંબધ બાંધી ફરીયાદી સાથે બળાત્કાર કરેલ હોય અને ફરીયાદીને આ વાત કોઇને કરીશ તો તારો આ વીડીઓ વાઇરલ કરી દઇશ તેવી બદનામ કરવાની ધમકી આપેલ હોય જે ગુનાના કામે આરોપીને તાત્કાલીક ધોરણે પકડી પાડવા રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.જે.ગીડાના સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
જેમા કડાયેલ આરોપી પ્રવિણભાઇ જેઠાભાઇ મેરીયા ઉ.વ.39 ધંધો.પ્લમ્બીંગ હાલ રહે.રાજુલા ભેરાઇ રોડ સંસ્કાર એપાર્ટમેન્ટ બ્લોક નં.205 તા. રાજુલા મુળ રહે.કેરીયા નાગેશ ગામ તા.જી.અમરેલી રહેવાસી છે. આ કામગીરીમા રાજુલા પો.સ્ટે.ના પીઆઇ આઇ.જે.ગીડાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. જયેન્દ્રભાઇ બસીયા, હેડ.કોન્સ. મધુભાઇ પોપટ હેડ.કોન્સ. હરપાલસિહ ગોહિલ, પો.કોન્સ. મહેશભાઇ બારૈયા, પો.કોન્સ. રવિરાજભાઇ વરૂ, પો.કોન્સ.હરેશભાઇ કવાડ હેડ કોન્સ. હરેશભાઇ વાળા, પો.કોન્સ. ચંન્દ્રેશભાઇ કવાડ પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ ચાવડા, અશ્વિનભાઇ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.