ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.29
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમારનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં આગામી ગુજરાત લોકસભા ચુંટણી-2024 અનુસંધાને આદર્શ આચારસંહીતા અમલમા હોય જે અંગે કોઇ ગંભીર પ્રકારના ગુનાઓ ન બને, અને લોકોમાં ભયનો માહોલ ઉભો ન થાય તે પહેલા આ પ્રકારના ગંભીર ગુનાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ અને સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ દ્વારા અમરેલી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી જરૂરી કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય
- Advertisement -
જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પો. ઇન્સ આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્વારા પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન વડલી અને ચારોડીયા ગામની સીમ વિસ્તારમાંથી મળેલ ચોક્કસ બાતમી આધારે એક હાથ બનાવટી અગ્નિશસ્ત્ર (દેશી જામગ્રી બંદુક) હથીયાર સાથે મુકેશભાઇ કેશુભાઈ સોલંકી ઉ.વ 31 રહે રાજુલા તવકકલ નગરને ઝડપી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાજુલા પીઆઇ આઇ.જે.ગીડા, પીએસઆઇ જી.એમ.જાડેજા તેમજ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ.જયેન્દ્રભાઇ બસીયા,મધુભાઇ પોપટ,હરપાલસિહ ગોહિલ, પો.કોન્સ મહેશભાઇ બારૈયા,રવિરાજભાઇ વરૂ હરેશભાઇ વાળા સહિત રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.