રાજુલા વન વિભાગે લાકડા ચોરો સામે લાલ આંખ કરી છે. રાજુલા પંથકમાં ગેરકાયદેસર લાકડા ચોરીની ખેર નહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણીએ સપાટો બોલાવ્યો હતો. રાજુલા તાલુકાના અલગ-અલગ બે જગ્યાએથી પાસ પરમીટ વગર બોલેરોને ઝડપી પાડયા હતાં. અમરેલી ડીસીએફ મુંજાવરની સુચનાથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણી સહિતની ટીમ દ્વારા પાસ પરમીટ વગર હોવાથી બોલેરાની લાકડાની હેરાફેરી કરતા બે બીલરોને પકડી પડ્યાં હતાં. બોલેરો ગાડી નંબર ૠઉં20ટ3414 ના આરોપી ધનશ્યામ વાળા રહે. ભમર તેમજ કિશોર જોળીયા રહે. વીજપડી તથા બીજી બોલેરો ને.ૠઉં10ડ્ઢ2894 ના આરોપીઓ ભુપત પરમાર તેમજ બીજલ વાધેલા બે બોલેરા સહિત કુલ ચારેય આરોપીને લાકડા વાહન સાથે અટકાયત કરી ભારતીય વન અધિનિયમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજુલા વન વિભાગે છેલ્લા પાંચ દિવસમાં ત્રણ ટ્રક અને ત્રણ બોલેરાને ઝડપી પાડ્યાં હતાં. રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણી સહિત ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવી છે.
રાજુલા વન વિભાગે ગેરકાયદે લાકડાં ભરેલી બે બોલેરા ઝડપી
Follow US
Find US on Social Medias