જ્યારથી રાજૂ શ્રીવાસ્તવના નિધનના સમાચાર આવ્યા છે ત્યારથી તમામ ટીવી અને બોલિવૂડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. તે 58 વર્ષના હતા. હાર્ટ અટેક આવ્યા બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. 10 ઓગસ્ટના રોજ એઈમ્સમાં ભરતી થયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક ઢળી પડ્યા હતા. કાર્ડિયક અરેસ્ટ થયા બાદ રાજૂ શ્રીવાસ્તવના મગજ પર પણ અસર થઈ, જેના કારણે તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું. જણાવી દઈએ કે રાજુના અંતિમ સંસ્કાર આજે એટલે કે ગુરુવારે (22 સપ્ટેમ્બર) દિલ્હીમાં કરવામાં આવશે.
- Advertisement -
કપિલ શર્માએ શેર કરી પોસ્ટ
જ્યારથી રાજૂ શ્રીવાસ્તવના નિધનના સમાચાર આવ્યા છે ત્યારથી તમામ ટીવી અને બોલિવૂડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એવામાં કોમેડી કિંગ કપિલ શર્માએ તેમના મિત્ર રાજુ શ્રીવાસ્તવને યાદ કરીને કહ્યું હતું કે તેના મૃત્યુથી તે ખૂબ જ દુઃખી છે. કપિલ શર્માએ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ સોશિયલ મીડિયા પર એક હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરીને હતી અને તેમાં આ સાથે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે કાશ એકવાર એમની સાથે મુલાકાત થઈ ગઈ હોત.
View this post on Instagram- Advertisement -
કપિલે લખ્યું કઇંક આવું
કપિલ શર્માએ રાજૂ શ્રીવાસ્તવના મૃત્યુ પર શોક વ્યક્ત કરતો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘આજે પહેલીવાર તમે રડાવ્યા રાજુ ભાઈ, કાશ ફરી એકવાર મુલાકાત થઈ ગઈ હોત. ઈશ્વર તમને તેમના ચરણોમાં સ્થાન આપે. તમે ખૂબ જ યાદ આવશો. અલવિદા, ઓમ શાંતિ.’
વર્કઆઉટ દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા
જણાવી દઈએ કે રાજુ દિલ્હીની એક હોટલમાં રોકાયા હતા અને તેના જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક તબિતય લથડતા ઢળી પડ્યા હતા. ત્યારબાદ રાજુને તરત જ એમ્સમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી હતી. રાજુના નજીકના મિત્રોએ તેને મગજમાં ઈજા થઈ હોવાની માહિતી આપી હતી. હાર્ટ એટેક આવ્યા બાદ પડી ગયા બાદ લાંબા સમય સુધી મગજમાં ઓક્સિજન પહોંચ્યો ન હતો.