ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે.અમરેલી જિલ્લામાં ધારી ખાતે યોજાયેલા એક શાનદાર કાર્યક્રમમાં વડાપ્રધાને હજારો કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની સૌરાષ્ટ્રને ભેટ આપી હતી. સૌરાષ્ટ્રને વિકાસના માર્ગે દોડતુ કરવા બદલ રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર પણ માન્યો છે. આ કાર્યક્રમમાં રાજુભાઈ ધ્રુવ સાથે રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા,કોર્પોરેશન પક્ષ નેતા લીલુબેન જાદવ, કિરણબહેન માંકડીયા,પ્રદેશ મીડિયા ટિમ ના અગ્રણી શ્રી શૈલેષભાઇ પરમાર,માટીયાભાઈ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાને સૌરાષ્ટ્રના વિકાસ માટે કરેલી વિવિધ જાહેરાતોને બિરદાવી આભાર માન્યો હતો.
સૌરાષ્ટ્રને વિકાસના માર્ગે દોડતુ કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા રાજુ ધ્રુવ
