7મે એટલે કે આવતીકાલે મંગળવારના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દિવસ નિમિત્તે તમામ મતદાતાઓને મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડવા અને ભાજપને ભવ્ય વિજય અપાવવા હૃદયપૂર્વકની અપીલ કરતા સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ભાજપને મત એટલે સૌરાષ્ટ્રથી લઈ સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિને મત. સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસવાળી ભાજપને મત એટલે સૌરાષ્ટ્રની સુખ, સમૃદ્ધિ, સુખાકારીને મત. શાંત, સલામત, સ્વાસ્થ્ય, શિક્ષિત ગુજરાતના નિર્માણ માટે કમળના નિશાળવાળું બટન દબાવીને કેસરિયો લહેરાવવા દરેક મતદાર અચૂક કમળના નિશાનવાળું બટન દબાવીને ભાજપ – નરેન્દ્રભાઈ મોદીને મત આપે.
ભાજપ તરફી મતદાન કરવા પ્રજાને રાજુ ધ્રુવની અપીલ

TAGGED:
BJP, Rajkot, Raju Dhruva
Follow US
Find US on Social Medias


