કહ્યું- ધ્રુવરાજસિંહને પૂરો સપોર્ટ, જે પણ થતું હશે એ કરીશું’, ખવડના જામીન રદ કરવા અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
ગઈ 12 ઓગસ્ટે તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના 5 ગુના દાખલ કરી 17 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ તાલાલા પોલીસકેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને જેલમાંથી મુક્તિ મળી હતી. વેરાવળ કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.
- Advertisement -
ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડને જામીન આપ્યા બાદ પોલીસે જામીન રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે, જેના પર આજે સુનાવણી યોજાશે.
આ મામલે ગઈકાલે, એટલે કે 20 ઓગસ્ટને બુધવારના રોજ ધ્રુવરાજસિંહના સમર્થનમાં સનાથલ ગામમાં આવેલી ચૌહાણ વાડીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક આગેવાન ભગવતસિંહ ચૌહાણ, પૂર્વ સરપંચ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ વિજયસિંહ ચૌહાણ, પૂર્વ ડેલિગેટ ચૌહાણ બલરાજસિંહ, ચૌહાણ દિવાનસિંહ, સાણંદ તાલુકાના રાજપૂત સમાજ પ્રમુખ હરપાલસિંહ વાઘેલા સહિત 100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
એવા તો કયા કાયદાની બારી છે કે 48 કલાકમાં જ જામીન થઈ ગયા
- Advertisement -
વિજયસિંહ ચૌહાણે મિડીયાને કહ્યું હતું કે અમારા ગામના ભગવતસિંહ ચૌહાણના પરિવારના ધ્રુવરાજસિંહ સાથે જૂનાગઢમાં જે બનાવ બન્યો એમાં મુખ્ય આરોપીમાં દેવાયત ખવડ જેણે ધ્રુવરાજસિંહની ગાડી પર હુમલો કર્યો એ બદલ તેની ઉપર જે કલમો લાગી એ પછી તેને તત્કાલ ધોરણે જામીન મળી ગયા. અમે સરકારને અને મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રીને એ જ જણાવવા માગીએ છીએ કે આમાં એવા તો કયા કાયદાની બારી છે કે આવી કલમ લાગવા છતાં તેના તરત જામીન થઈ જાય. અમારા જે રામચંદ્રસિંહ અને ભગવતસિંહને કેટલો સમય સુધી જામીન નહોતા મળ્યા, જ્યારે તેના 24-48 કલાકમાં જ જામીન થઈ ગયા.
દેવાયતના ખુલ્લાં વિરોધનું એલાન, સરકાર પાસે પણ જઈશું
આગામી સમયમાં અમે કાયદાની રૂએ જે પણ કંઈ થતું હશે એ પ્રમાણે કરીશું, અમે દેવાયતનો ખુલ્લેઆમ વિરોધ કરીશું. સરકારમાં પણ વિરોધ કરીશું, અમારા ગામ તરફથી ભગવતસિંહને અમે પૂરેપૂરો સપોર્ટ આપીશું. આ બેઠકમાં અમારા જે પણ આગેવાનો આવ્યા છે તે આ જે કંઈ બનાવ બન્યો છે એના વિરોધમાં જ આવ્યા છે. તેમણે પણ જાણ્યું કે આમાં ખોટું થઈ રહ્યું છે. કાયદાની એવી કોઈ છટક બારીઓ છે, જેમાં તરત જામીન થઈ જાય છે. બાકી તો કાલે ગમે તેની સાથે આવું થશે.



