-જો કે અન્ય મહાનુભાવોને ઉષ્માભર્યા હસ્તધુનનથી આવકાર્યા
ભારત અને ચીન વચ્ચે સરહદી સહિતના મુદે સતત તનાવની સ્થિતિમાં ગઈકાલે શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચેલા ચીનના સંરક્ષણ મંત્રી શાંગફૂ ભારત પહોંચ્યા હતા અને ગઈકાલે સાંજે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ સાથે મુલાકાત માટે પહોચ્યા
- Advertisement -
તો શ્રી સિંઘે ચીનના વિદેશમંત્રી સાથે ‘હાથ નહી મીલાવી’ ને ચીનને આડકતરો સંદેશ પણ આપી દીધો. શ્રી રાજનાથ સિંઘ આ ઓર્ગેનાઈઝેશનના અન્ય મહેમાનો અને તેમના સમકક્ષ સંરક્ષણમંત્રીઓ સાથે હાથ મિલાવ્યા હતા અને તે તસ્વીર તેઓએ ટવીટ પણ કરી હતી ચીનના સંરક્ષણમંત્રી શાંગફૂ સાથે હાથ મિલાવ્યા ન હતા અને રાજનાથના ચહેરા પર તેવા જ કરડાઈના ભાવ જોવા મળ્યા હતા. ડિપ્લોમેટીક મુલાકાતમાં આ પ્રકારની ચેષ્ટાનું ખૂબજ મહત્વપુર્ણ સંદેશ પણ હોય છે.
જો કે તેઓએ ઈરાન, કજાકીસ્તાન, તાજકીસ્તાન તથા સંરક્ષણમંત્રી સાથે હાથ મિલાવ્યા હતા. જો કે પાકના સંરક્ષણમંત્રી ભારત આવ્યા નથી અને બીજી એક મહત્વપૂર્ણ ઘટનામાં ચીને સરહદી તનાવ ઘટાડવા બન્ને દેશોની સેના વચ્ચે ફરીથી સહયોગ શરૂ કરવા પણ પ્રસ્તાવ મુકયો હતો પણ ભારતે હાલ ‘ઉચીત’ સમય નથી તેવું જણાવીને તે નકાર્યો હતો. ગલવાનમાં ભારત અને ચીનની સેના વચ્ચે જે અથડામણ થઈ તે પછી ચીનના સંરક્ષણ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે.