રાજકોટમાં અત્યારે 500થી લઇને 1000ની ક્ષમતાવાળા રિસોર્ટની બોલબાલા છે, આ સાથે જ અહિંયા જે મહેમાનો માટે થાળી બુક કરવામાં આવે છે તે પણ 350 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં લગ્ન સિઝન પુરબહારમાં ખીલી છે.અત્યારે દિવાળીના તહેવાર બાદ લોકો લગ્નની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે.અત્યારે પાર્ટી પ્લોટ, હોટલ, રિસોર્ટસ અને હોલ હાઉસફુલ થઈ ગયા છે. રાજકોટમાં અત્યારે 200 કરોડનું માર્કેટ ખાલી લગ્રનની સિઝનનું છે એટલે રાજકોટ વેડિંગ ઈન્ડસ્ટ્રી અત્યારે પુરબહારમાં ખીલી છે.રાજકોટ અત્યારે વેડિંગનું માર્કેટ બની ગયું છે. રાજકોટની વાત જ અનેરી છે. કારણ કે અહિયા એરપોર્ટ, હોટલ અને ટુરિઝમ હોસ્પિટાલિટી સહિતની સુવિધા મામલે રાજકોટ આગળ છે.
રાજકોટમાં નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લગ્નની સિઝિન પુર બહારમાં ખીલી છે.અત્યારથી જ તમામ પાર્ટી પ્લોટ, હોટલ, રિસોર્ટ્સ અને હોલ હાઉસફૂલ થઈ ગયા છે.રાજકોટમાં 115થી વધુ પાર્ટી પ્લોટમાં પેકેજ સિસ્ટમ છે.જેથી મોટા ભાગના લોકો આખુ પેકેજ બુક કરાવી રહ્યાં છે.
રાજકોટમાં અત્યારે 5 લાખથી 50 લાખ રૂપિાયાના એક દિવસના પેકેજ છે.જેને લોકો હસતા મોઢે બુક કરાવી રહ્યાં છે.કારણ કે પેકેજ બુક થઈ જાય એટલે બીજી કોઈ માથાકુટ રહેતી નથી.જેથી રાજકોટના 115 જેટલા પાર્ટી પ્લોટ પેકેજ સાથે બુક થઈ ગયા છે. રાજકોટમાં અત્યારે 500થી લઇને 1000ની ક્ષમતાવાળા રિસોર્ટની બોલબાલા છે.આ સાથે જ અહિંયા જે મહેમાનો માટે થાળી બુક કરવામાં આવે છે તે પણ 350 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની છે.જ્યારે મધ્યમવર્ગના લગ્નમાં બજેટેડ પાર્ટી પ્લોટની માંગ વધારે જોવા મળી રહી છે.કારણ કે મધ્યમવર્ગના લોકો પોતાના બજેટમાં રહીને અલગ અલગ પેકેજ બુક કરાવી રહ્યાં છે.
લગ્નના કપડા ભાડે આપનારા, વિડિયોગ્રાફર અને આર્ટીસ્ટનું બુકિંગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે.અત્યારે મોટા ભાગના લોકોએ પોતાનો વિડોયગ્રાફર બુક કરી લીધા છે.અને પ્રિવેડિંગ પણ મોટા પ્રમાણમાં કરાવી રહ્યાં છે.પ્રિવેડિંગ માટે પણ લોકો રાજકોટના લોકેશનને પસંદ કરી રહ્યાં છે.અત્યારે સર્વિસ પ્રોવાઈડરની માંગ પણ ભારે છે.જેથી સર્વિસ પ્રોવાઈડરને પણ માંગ્યા મોઢે પૈસા મળી રહ્યાં છે.
- Advertisement -
રાજકોટની ટોપ ડિમાન્ડ વેન્યુ કોની છે
ક્લાસિક પાર્ટી પ્લોટ, પ્લેટિનમ હોટલ, ક્રિષ્ના લોન્સ, ગ્રીનલીફ પાર્ટીપ્લોટ, ટી.જી.ટી સિઝન્સ, નિરાલી રિસોર્ટ, ક્રિષ્ના પાર્ક, અર્જુન પ્લાર્ટી પ્લોટ અને એલિગન્સ પાર્ટી પ્લોટની અત્યારે સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે.