પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં 545.07 કરોડના વિવિધ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
આઝાદી પૂર્વેના રાજકોટની મોડર્ન સિટી બનવા સુધીની સફર
- Advertisement -
ડો.શ્યામાપ્રસાદ મુખજીમાં આઝાદી પૂર્વેના રાજકોટથી લઈને આધુનિક (મોડર્ન) સિટી બનવા સુધીની ચાર સૈકાઓની શાનદાર સફરની ઝાંખી રજૂ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવશે. જેમાં રેસકોર્સમાં આવેલ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં આઝાદી પૂર્વેના રાજકોટથી લઈને આધુનિક (મોડર્ન) સિટી બનવા સુધીની ચાર સૈકાઓની શાનદાર સફરની ઝાંખી રજૂ કરાશે. ખાસ કરીને, વર્ષ 2005માં ’શહેરી વિકાસ વર્ષ’ની ઉજવણી પછીના 20 વર્ષના વિકાસની ગાથા પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુલ રૂ. 545 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
રાજકોટના ઔદ્યોગિક વિકાસે રંગીલા રાજકોટ શહેરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અને ગૌરવ અપાવ્યા છે. આધુનિક જમાના મોબાઈલ ફોનથી માંડીને ચંદ્રયાનના કેટલાક પાર્ટ્સ રાજકોટ શહેરના ઉધોગોમાં બન્યા છે. વિશ્વભરના વાહનોના પાર્ટ્સની વાત કરીએ કે દેશના સંરક્ષણ (ડિફેન્સ)ની, કે પછી અવકાશ ક્ષેત્રમાં ભારતે વિવિધ ચંદ્રયાન અને ઉપગ્રહો વડે હાંસલ કરેલી સિદ્ધિઓની વાત કરીએ, તેમાં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક પાર્ટ્સ રાજકોટના ઉદ્યોગોમાં બની રહ્યા છે.
- Advertisement -
રાજકોટનો એરિયલ વ્યૂ, તસવીરો, સ્મૃતિઓ, બાંધણી
આઝાદી પૂર્વેનો નકશો, 3-ડી મોડેલ, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલી સ્મૃતિઓ, જુના રાજકોટનો એરિયલ વ્યૂ, રાંદરડા અને લાલપરી તળાવના લોકાર્પણની તસવીરો, સૌરાષ્ટ્રના મહાનુભાવો, કલા, બાંધણી સહિતના ટેક્સટાઇલ, સાહિત્ય અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ મશિનોના મિનિએચર પ્રતિકૃતિ. 2002 થી 2025 સુધીના વિકાસ યાત્રાની તસવીરી ઝલક જોવા મળશે અહીં અઈં જનરેટેડ ફોટો બૂથ (ઙખ મોદી સાથે મુલાકાતીની તસવીર) અને “મોદી સ્પીક્સ” રેટ્રો થીમ આધારિત ફોટો બૂથ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે
મુખ્ય ખાતમુહૂર્ત પ્રોજેક્ટ્સ
વર્કિંગ વુમન હોસ્ટેલ: વોર્ડ નં. 1 માં ₹ 44.28 કરોડના ખર્ચે ૠ+4 બિલ્ડીંગ (કુલ લાભાર્થી: 252).
ભાદર ડેમ પાઇપલાઇન શીફ્ટીંગ: ₹ 148.82 કરોડના ખર્ચે 43.11 કિ.મી. નવી પાઇપલાઇન.
માધાપર વિસ્તારમાં ૠજછ/ઊજછ/પમ્પીંગ સ્ટેશન: ₹ 31.75 કરોડના ખર્ચે.
વેસ્ટ ઝોન રિંગ રોડ-2 (કટારીયા ચોક-કાલાવાડ રોડ-કણકોટ ચોક): ₹ 31.05 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ.
મવડી સ્મશાનથી આગળ (₹ 26.97 કરોડ) અને જામનગર રોડ પર સફાઇ કામદાર માટે (₹ 8.70 કરોડ).
ભાવનગર રોડ પર બેડીપરા ફાયર સ્ટેશનનું રીડેવલપમેન્ટ (₹ 26.06 કરોડ) અને વાવડી ખાતે નવું ફાયર સ્ટેશન (₹ 20.06 કરોડ)
ન્યારી-1 ડેમ ખાતે 150 ખકઉનો ઇન્ટેક વેલ (₹ 21.90 કરોડ), ન્યારા હેડ વર્કસ ખાતે 34.27 ખકનો ૠજછ (₹ 18.17 કરોડ), મુંજકા હેડવર્કસ ખાતે 10.5 ખકનો ૠજછ (₹ 5.53 કરોડ).
લાયબ્રેરી: વોર્ડ નં. 11 માં નવી લાયબ્રેરી (₹ 15.98 કરોડ).
સ્પોર્ટ્સ: રેસકોર્ષ સંકુલ ખાતે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમના પેવિલિયનનું નવીનીકરણ (₹ 6.11 કરોડ).
કોમ્યુનિટી હોલ: વોર્ડ નં 1 માં સંતોષ પાર્ક મેન રોડ પર (₹ 12.08 કરોડ).
ૠજછ: વાવડી હેડ વર્કસ ખાતે 12.17 ખકનો ૠજછ (₹ 4.93 કરોડ).
અરવિંદભાઇ મણિયાર હોલ: જયુબેલી ગાર્ડનમાં રીનોવેશન (₹ 4.58 કરોડ).
અન્ય: ઈસ્ટ ઝોન વિસ્તારમાં યોગ સ્ટુડિયો, વોર્ડ ઓફિસો (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને બેડીનાકા).
પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર: ‘મોદી સ્પીક્સ’ રેટ્રો થીમ અને AI જનરેટેડ ફોટો બૂથ



