મનપાની ફૂડ શાખાએ લાખાજીરાજ રોડ પર 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી: 32 કિલો વાસી જથ્થાનો નાશ
બાલાજી સેન્ડવિચ, રામ ભેળ, જય સિયારામ સ્ટોર્સને લાયસન્સ બાબતે નોટિસ પાઠવાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાએ રોગચાળાને કાબૂમાં લેવા શરૂ કરેલી કવાયત્તમાં આજે લાખાજીરાજ રોડ પર આવેલા 20 ખાણી પીણીના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 32 કિલો વાસી જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 7 પેઢીને લાયસન્સ મેળવવા માટે નોટિસ પાઠવાઈ હતી. ફૂડ વિભાગ દ્વારા શહેરના લાખજીરાજ રોડ વિસ્તારમાં રામભાઇ રગડાવાળાને ત્યાંથી 3 કિ.ગ્રા. વાસી લાલ ચટણી, 2 કિ.ગ્રા. લીલી ચટણી, અને 15 કિ.ગ્રા. રગડાનો મસાલો તથા જ્યારે ડે નાઈટ ફાસ્ટફૂડ -3 કિ.ગ્રા. વાસી બટાટા, 2 કિ.ગ્રા. વાસી પાઉં તથા 7 કિ.ગ્રા. વાસી ચીપ્સનો સ્થળ પર કરવામાં આવ્યો. જ્યારે ટુ સ્લાઇસ (બાલાજી સેન્ડવીચ), મેસર્સ પોપટલાલ કંપની, જય સિયારામ સિઝન સ્ટોર્સ, શ્રી રામ ભેળ હાઉસ અને આઈસ લેમન સરબતને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા રામજીભાઇ અનાનસવાળા, પતિરા બ્રધર્સ, રાજદીપ કોલ્ડ્રિંક્સ આઈસ્ક્રીમ સહિતની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી.
બિસ્વીન તથા બિસ્ટર બેવરેજીસ પાણીની બોટલના નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ફૂડ વિભાગે મવડી મેઈન રોડ પર આવેલી ’બીસ્વીન બીવરેજીસની એક લિટરની પાણીની બોટલ તથા ’મેક્સ બેવરેજીસ’, મારૂતિ કૃપા, લક્ષ્મીનગર મેઇન રોડ, મહાદેવવાડી મેઇન રોડ ત્યાંથી 500 એમ.એલ.ની પાણીની બોટલના સેમ્પલ લેવાયા હતા.