ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અલગથી 3.55 કરોડના ખર્ચે એડવોકેટ માટે અલગથી બિલ્ડિંગ બનશે. જે અંગે આજે રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ લલિતસિંહ શાહીએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી આપી હતી. માધાપર પાસે બનાવવામાં આવેલા નવા કોર્ટે બિલ્ડિંગ સંકુલમાં અલાયદા એડવોકેટ બિલ્ડિંગ માટે ત્વરીત નકશાઓ તે અંગેની નાણાંકીય મંજુરી અને વહીવટી પ્રક્રિયાને અંતે સુખદ નિવેડો
આવેલો છે.
કાયદા વિભાગ દ્વારા ઠરાવ કરી રાજય સરકારે એડવોકેટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂા.3,55,44,900/- (અંકે રૂપીયા ત્રણ કરોડ પંચાવન લાખ ચુમાલીસ હજાર નવસો પુરા)ની વહીવટી મંજુરી આપવામા આવેલી છે. જેથી એડવોકેટ માટેનુ બિલ્ડીંગનુ નીર્માણ થવાના કારણે વકીલોના લાંબા સમયના પ્રશ્નોનો સુખદ નિવેડો આવતા રાજકોટ બાર એસોસીએશનના હોદ્દેદારો તથા કારોબારીના સભ્યોએ આભાર વ્યકત કરવા માટે પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ ની રૂબરૂ મુલાકાત લઈ સાથોસાથ ગુજરાત રાજયના હાલના મુખ્યમંત્રી, કાયદા મંત્રી તથા ગુજરાત હાઈકોર્ટેના મુખ્ય ન્યાયમુર્તિનો આભાર વ્યકત કરવા માટે પત્ર દ્વારા જાણ કરવાનું પણ નક્કી કર્યુ છે.