3 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ઘરેલુ હિંસામાં ભોગ બનેલી પિડિત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે રાજકોટ વહિવટી તંત્ર પ્રયત્નશીલ છે: કલેક્ટર અરૂણ મહેશ બાબુ
જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા નારી સંરક્ષણ ગૃહ, રાજકોટ ખાતે સંયુક્તપણે આયોજિત 3 દીકરીઓના લગ્નનો સમારંભ અનેરા આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો.
આ પ્રસંગે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર અરૂણ મહેશ બાબુ, ડિસ્ટ્રીક્ટ જજ ઉત્કર્ષ ટી. દેશાઈ, એડી. ડિસ્ટ્રિક્ટ જજ કે. ડી. દવે, સિનિયર સિવિલ જજ આર. એસ. રાજપુત, સિવિલ જજ મહોદયા એમ. એે. કૌશિક, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા વગેરેએ ઉપસ્થિત રહીને નવપરિણીતોને આશીર્વાદ પાઠવ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસમાં ભોગ બનેલી પિડિત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે વહિવટી તંત્ર સદા પ્રયત્નશીલ છે. આજે કુલ ત્રણ યુગલોના લગ્ન કરવામાં આવ્યા, જેમાં બે રાજકોટના છે અને એક યુગલ જામનગરનું છે. જામનગરનું યુગલ મૂકબધિર છે. આ દંપતિઓને એક લાખ રૂા. તથા 50 હજારની વિકલાંગ લગ્ન સહાય આપવામાં આવી છે.



