ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ઈન્ડિયા મેચ કમિશનરની એકઝામ દિલ્હી ખાતે લેવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી બરોડાના તરણ્ણુમ શેખ તથા રાજકોટના મનીન્દર કોર કેશપ પાસ થઈને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. આ બંને ગુજરાતમાં તેમજ ઓલ ઈન્ડિયા લેવલે મેચ કમિશનર તરીકે સેવા આપશે. રાજકોટની જીનિયસ સ્કૂલના સ્પોર્ટ્સ હેડ મનીન્દર કોર કેશપને રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતરાય ડેલાવાળા તથા સિનિયર ઉપપ્રમુખ ડી. વી. મહેતા તેમજ એસોસિએશનના અન્ય હોદ્દેદારો સર્વે મુકેશ બુંદેલા, બી. કે. જાડેજા, જીવણસિંહ બારડ, રોહિત બુંદેલા, અજય ભટ્ટ, અમૃતલાલ બહુરાશી, ધર્મેશ છત્રોલા, જયેશ કનોજિયા, અમિત શિયાળીયા, મનદીપસિંહ બારડ, ઉપેન્દ્રસિંહ ઝાલા, દિપક યશવંતે, શિવરાજસિંહ ચાવડા, રાફેલ ડાભી, રોહિત પંડિત, પ્રિન્સ પુન, સાહીલ શેખ, એચ. પી. સિંગ તથા રાજકોટના ફૂટબોલ ખેલાડીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.