‘સંવેદના દિન’ની ઉજવણી રૂપે રાજકોટની પ્રજાને મળશે સેવા સાથે સુયોગ્ય સારવારની ભેટ
રોટરી મીડટાઉન સંચાલિત ‘લલિતાલય ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર’ની રાજકોટવાસીઓને અનેરી ભેટ.
તા.2 ઓગસ્ટના રોજ ડાયાબિટીઝના દર્દીઓ માટે ફ્રી હેલ્થ કેર કેમ્પ યોજાશે, 39 પ્રકારના ખર્ચાળ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે.
રોટરી મિડટાઉનનું વધુ એક ઉમદા પ્રજાલક્ષી કાર્ય, રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે. સમર્પિત અને સેવાભાવી લોકોના સમન્વયથી રોટરી ક્લબની ઉમદા પ્રવૃત્તિઓ દીપી ઉઠી.
– રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન 26 વર્ષથી વિવિધ સેવા- સમાજ કલ્યાણના કાર્યોમાં કાર્યરત છે.
– ‘લલિતાલય ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર’ શહેરના મધ્યમાં, એરપોર્ટ રોડ, પેટ્રિઆ સુઈટસ પાસે આકાર પામ્યું છે.
– ડાયાબટીસના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ જેમાં ડાયાબેટોલોજિસ્ટ, કાર્ડીઓલોજીસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ ની ટીમ લોકો માટે ખડે પગે કાર્યરત
– એકસ-રે મશીન, સોનોગ્રાફી, ECG, ઇકોકાર્ડીયોગ્રામ અને અન્ય સ્પેશ્યલ સુવિધા આ કેન્દ્રમાં ઉપલબ્ધ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે કપરો કોવિડકાળ ચાલી રહ્યો છે. હજુ આ કાળમાંથી શહેરીજનો પસાર નથી થઈ શક્યા ત્યાં જ મ્યુકર માઈકોસીસ નામની આફત આવી પડતાં હાલત કફોડી થઈ જવા પામી છે. કોરોના અને મ્યુકર બન્ને બીમારી માટે મુખ્યત્વે ડાયાબીટીઝ જ જવાબદાર હોવાને કારણે ડાયાબીટીક દર્દીઓને ઉની ‘આંચ’ ન આવે તે માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા એરપોર્ટ રોડ પર આવેલી ગીત ગુર્જરી સોસાયટી-6, પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેના રોડ ખાતે 18,000 સ્કવેયર ફૂટમાં ‘લલિતાલય ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. અને તેનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે 5 જૂનના રોજ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિન છે, તેના ઉપલક્ષમાં રોટરી મીડટાઉન સંચાલિત ‘લલિતાલય ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર’ રાજકોટવાસીઓ માટે અનેરી ભેટ લઈને આવ્યું છે. જ્યાં આ CMના જન્મદિવસના દિવસે તા.2 ઓગસ્ટ,2021ના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ‘સંવેદના દિન’ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રીના જન્મદિવસ અને ‘સંવેદના દિન’ના ભાગ રૂપે લલિતાલય ખાતે ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે વિનામૂલ્યે હેલ્થ કેર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં અતિ ખર્ચાળ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. જેમાં Blood Sugar: FBS + PBBS, Complete Blood Count (17 parameters), Lipid Profile (8 tests), Liver Function Test (10 tests), અને Renal Function Test (4 tests) સહિત વિવિધ 39 પ્રકારમાં ટેસ્ટ વિના મૂલ્યે કરવામાં આવશે. આ પ્રત્યેક ટેસ્ટ જો ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો એક ટેસ્ટની કિંમત રૂ.1500 જેટલી છે. પરંતુ સેવાની નેમને વરેલા ‘લલિતાલય ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર’ દ્વારા આ ટેસ્ટ એક દિવસ માટે વિનામૂલ્યે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ગુજરાતના એક્સક્લુઝિવ અદ્યતન ડાયાબીટીઝ સેન્ટરમાં દર્દીઓને પરવડે તેવા નજીવા દરે સુંદર સારવાર અપાઈ છે.શહેરની મધ્યમાં ગીત ગુર્જરી સેસાયટીમાં 18,000 સ્કવેર ફિટમાંની વિશાળ જગ્યામાં તદ્દન નવા રૂપરંગ આ કેન્દ્ર કાર્યરત છે. 4 માળના અદ્યતન કેન્દ્રમાં ડાયાબીટીસ ના નિદાન અને સારવાર માટે ની તમામ સેવા-સુવિધા ઉપલબ્ધ છે. અહીં નિયમિત તપાસ માટે અનુભવી ડાયાબીટોલોજીસ્ટ અને એન્ડોક્રાયનેલોજીસ્ટ તેમજ પ્રખ્યાત ફીઝીશ્યનોની સેવા રોજ મળશે. ડાયાબીટીસ માં આંખ, દાંત, હ્યદય, કીડની, પગ વગેરે મહત્ત્વના અવયવો ની સાર-સંભાળ, ચેક-અપ અને નિયમિત સારવાર માટે દરેક નિષ્ણાંત ડોકટરોની ટીમ હાજર છે. ડાયાબીટીસ માટે ખોરાક અંગેની માહિતી અને જ્ઞાન ખૂબ જરૂરી છે, જેની માટે અહીં ડાયેટીશ્યનની સેવાનો લાભ પણ અહીં મળે છે. મેડીકલ વિજ્ઞાનની ક્ષિતિજ સમા આધુનિક સાધનોથી સુસજ્જ લેબોરેટરીમાં લોહી-પેશાબના રીપોર્ટ, હ્યદય-કીડની-લીવર માટેના રીપોર્ટ તેમજ તદ્દન નવા એકસ-રે મશીન, સોનોગ્રાફી, ECG, ઇકોકાર્ડીયોગ્રામ અને અન્ય સ્પેશ્યલ સુવિધા આ કેન્દ્રમાં પ્રાપ્ય છે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે અહીં આ બધી સગવડ-સારવાર સામાન્ય વ્યકિ્ત ને પરવડે તેવા નજીવા દરે ઉપલબ્ધ છે અને તે પણ ગુણવત્તા સભર. ડાયાબીટીસ કાયમી રોગ હોવાથી અમે બધા દર્દીઓ માટે સૌને પોસાય તેવા દરે વિવિધ સંયોજિત વાર્ષિક સભ્યપદ પેકેજ પણ આપીએ છીએ. આ સંદેશા દ્વારા રોટરી ક્લબના પ્રોજેક્ટ ઈન્ચાર્જ કલ્પરાજ મહેતા,રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સંદીપ બાવીસી, સેક્રેટરી સંજય મણિયાર અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા રાજકોટની જાહેર જનતાને તેમજ ખાસ કરીને જૂના ડાયાબીટીસ કેન્દ્રના કાયમી- વાર્ષિક સભ્યોને અપીલ- અનુરોધ કરવામાં આવે છે કે આપ સૌ આ નવનિર્મિત સેન્ટરનો લાભ અવશ્ય મેળવો.
- Advertisement -
આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. તે માટે મોબાઈલ નંબર 094093 30034-35 ઉપરાંત લેન્ડલાઈન નંબર 0281-2444024, 2444025 ઉપર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે.