રાજકોટની મુખ્ય બજારો બપોર સુધી બંધ રહી, શાળાઓ પણ બંધમાં જોડાઇ
પ્લેન ક્રેશમાં સર્વે દિવગંતો, વિજયભાઇને શ્રદ્ધાંજલી પાઠવતા હોર્ડિગ્સ લાગ્યા
- Advertisement -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પત્ર વિજયભાઇ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં નિધન થતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે તમામ વેપાર-ઉદ્યોગ સવારથી બપોર સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખી શ્રધ્ધાંજલી આપી હતી. જેમાં રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિત 108 જેટલા વિવિધ સંગઠનો જોડાયા હતા. આમે આજે શનિવારે સવારથી બપોર સુધી આખા રાજકોટે શોકમય બંધ પાળ્યુ હતુ. આ ઉપરાંત રાજકોટની સરકારી અને ખાનગી મળી 900થી વધુ શાળાઓ સંપૂર્ણ બંધ રહી હતી. રાજકોટના રાજમાર્ગો પર વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપતા બેનરો અને હોર્ડિગ્સ લગાવ્યા છે જેમાં કિશાનપરા ચોક, વિરાણી હાઇસ્કૂલ ચોક અને બહુમાળી ભવન ખાતે હોર્ડિગ લાગ્યા છે. આ ઉપરાંત ધર્મેન્દ્ર રોડ, સોની બજાર અને સંત કબીર રોડ પરની તમામ દુકાન અને શો રૂમેના માલિકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ રાજકોટની ઝાફર ટીએ પણ બંધ પાળી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી પાઠવી હતી.