ભાભીની છેડતી કરતાં શખ્સોને ટપારતા મોટાબાપુ અને ભત્રીજા ઉપર ટોળાંનો હુમલો
રસ્તો ક્રોસ કરતી વેળાએ પીધેલી હાલતમાં ટોળાંએ યુવકને માર માર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટમાં હોળી ધૂળેટી પર્વ ટાણે મારામારીના 16 જેટલા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે દારૂ ઢીચિ 30 થી વધુ લોકોના ટોળાએ યુવકને માર માર્યાની અને મહિલાની છેડતી કરતાં શખસોને ટપારતા મોટાબાપુ અને ભત્રીજા ઉપર ટોળાંએ હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.
શહેરના માંડાડુંગરમાં રહેતા અછત સાદીકભાઇ ચૌહાણ હોટેલે જમવાનું પાર્સલ લેવા ગયેલ ત્યારે ત્યાં કામ કરતા વેઇટર સાથે મસ્તી મસ્તીમાં ઝઘડો થતા વેઇટર મદને ધોકાથી માર મારતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો આજી ડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી બીજા બનાવમાં રૈયા ગામે ઝુંપડપટ્ટીમાં રહેતા ભરત લાલજી સાડેમીયા ઉ.વ.30 ઘર પાસે હતો ત્યારે બાવો અને ભગી નામના શખ્સે ઝઘડો કરી પાઇપથી માર મારતા હોસ્પિટલે ખસેડાયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી ત્રીજા બનાવમાં લોધેશ્વર સોસાયટીમાં રહેતા ભરતભાઇ હકાભાઇ ઝરીયા ઉ.40 ગત તારીખ ર4ના ઘર પાસે હોળી જોવા ગયા ત્યારે પડોશી શાંતિભાઇએ હોળી જોવા બાબતે ડખ્ખો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો ચોથા બનાવમાં જામનગર રોડ પર ઘંટેશ્ર્વર રપ વારીયામાં રહેતા ભરતભાઇ દલ્લાભાઇ રાઠોડ ઉ.51 અને ભત્રીજો વિશાલ જગદીશભાઇ રાઠોડ ઉ.ર0 ગત તારીખ ર4ના બાઇકમાં જતા હતા ત્યારે વિશાલના ભાભી અને બહેનની છેડતી કરતા અજાણ્યા શખ્સોને ટપારતા ઉશકેરાયેલા 30થી વધુ અજાણ્યા શખ્સોએ ધસી આવી મોટા બાપુ અને ભત્રીજા પર કુહાડી વડે હુમલો કર્યો હતો બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.
- Advertisement -
પાંચમાં બનાવમાં જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાર્કમાં રહેતા યોગીરાજ જીલુભા ઝાલા ઉ.3પ ગત હોળીની રાત્રે ઘર પાસે હતા ત્યારે ઘસી આવેલા અજાણ્યા 30થી વધુ શખ્સોએ ઝઘડો કરી પાઇપથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યોગીરાજને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ઇજાગ્રસ્તના નાના ભાઇ જયરાજસિંહ રોડ ક્રોસ કરતા હતા ત્યારે પીધેલી હાલતમાં આવેલા શખ્સોએ ઝઘડો કરતા યોગીરાજ તેને સમજાવવા જતા ટોળાએ હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે તપાસ શરૂ કરી છે છઠ્ઠા બનાવમાં રેલનગર સ્લમ કવાર્ટર રહેતા યોગેશભાઇ રઘુભાઇ ઉ.વપ7 ગત બપોરે ઘર પાસે હતા ત્યારે ઉમેશ અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતા પ્રૌઢને લોહીલુહાણ હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઉમેશ પાસેથી લેવાના નીકળતા પ00ની ઉઘરાણી કરતા આરોપીએ ગાળો આપી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે સાતમ બનાવમાં ચુનારાવાડમાં રહેતા પ્રતાપ રણજી ધાંધલને હોળીની રાત્રે વિજય, પરાગ તેમજ અજાણ્યા શખ્સોએ કોઇ કારણોસર ઝઘડો કરી છરી, ધોકા વડે હુમલો કર્યો હતો.
8માં બનાવમાં શાપરમાં સંજય ભગત જાદવ ઉ.3પ હોળીની રાત્રે કંપની પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ બેટથી માર માર્યો હતો નવમા બનાવમાં ગોંડલના ચરખડી ગામે રહેતા અજયભાઇ કનુભાઇ સોલંકી ઉ.3પ ગત તારીખ ર3ના રાત્રે માલધારી ફાટક પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી છે દસમાં બનાવમાં રાજકોટના કાથરોટા ગામે રહેતા ગોપાલભાઇ મગનભાઇ મકવાણા ઉ.વ.3પ ઘર પાસે હતા ત્યારે જેન્તી, રાહુલ અને અલ્પેશ નામના શખ્સે ઝઘડો કરી ધોકાથી માર માર્યો હતો અગાઉ જમીનના શેઢા મામલે થયેલ ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હતો.
અગીયારમાં બનાવમાં રાજકોટના મોકાજી સર્કલ પાસે રહેતા મીત અતુલભાઇ રાઠોડ ઉ.રપ નામનો યુવાન વિમલનગર સોસાયટીમાં હતો ત્યારે સહદેવ, દીપી નામના શખ્સે ઝડઘો કરી ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો બારમાં બનાવમાં કોઠારીયા સોલવન્ટ રપ વારીયામાં રહેતા નિલેશ ગોપાલભાઇ વઘેલા ઉ.ર1 અને માતા સવિતાબેન ગત રાત્રે ઘર પાસે હતો ત્યારે પપ્પુ, મીત, રાજુ નામના શખ્સે ધોકાથી હુમલો કરતા માતા-પુત્રને સારવારમાં ખસેડાયા હતા તેરમાં બનાવમાં શાપર રહેતા ધીરજ આત્મજ ઉ.ર4 નામનો યુવાન ગંગા ગેઇટ પાસે હતો ત્યારે રામદેવ અને વિરમદેવ નામના શખ્સે ઝઘડો કરી ધોકાથી માર માર્યો હતો.
14માં બનાવમાં સંતકબીર રોડ પર રહેતા સોનુભાઇ મહેન્દ્રભાઇ ચૌહાણ ઉ.ર9 નામના યુવાનને અજાણ્યા શખ્સે છરી ઝીંકી દેતા હોસ્પિટલે ખસેડાયો હતો પંદરમાં બનાવમાં કુબલીયાપરામાં રહેતા સુનિલ દિનેશ પરમાર ઉ.ર0 ગઇકાલે ઘર પાસે હતો ત્યારે સંજયએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો સોળમાં બનાવમાં કેસરી પુલ પર નીતિનભાઇ મનસુખભાઇ કાવેઠીયા ઉ.વ.ર6 નામના યુવકને અજાણ્યા શખ્સે ઝડઘો કરી છરીના ઘા ઝીંકી દેતા હોસ્પિટલે ખસેડાયો હતો.