ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન જયસુખભાઈ ટીલવાનો આવતીકાલે (24 ઓગસ્ટે) જન્મદિવસ છે. 24 ઓગસ્ટ 1989ના પવિત્ર જન્માષ્ટમીના દિવસે જુનાગઢ જિલ્લાના માણાવદર ગામે તેમનો જન્મ થયો હતો. તેઓ આવતીકાલે જીવનના 37મા વર્ષમાં પ્રવેશ કરશે. કિશન ટીલવાએ છેલ્લા 18 વર્ષથી ભાજપ સંગઠન તથા પાટીદાર સમાજમાં વિવિધ હોદ્દાઓ પર રહી સેવા આપી છે. હાલમાં તેઓ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ, ઉમિયા મંદિર સિદસરના કારોબારી સભ્ય તથા રાજકોટ ઉમિયા ધામના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. શૈક્ષણિક રીતે કાયદા તથા મીડિયા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરેલા ટીલવા છેલ્લા 14 વર્ષથી વકીલાતમાં સફળ કારકિર્દી બનાવી રહ્યા છે. તાજેતરમાં જ તેમના ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજની 25 દીકરીઓના સમૂહલગ્નોત્સવનું આયોજન થયું હતું. તેમના જન્મદિવસ નિમિત્તે ભાજપના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, સાધુ-સંતો તથા સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.