વડોદરા રેન્જને 11 પોઈન્ટ અને સુરત શહેરને 3 પોઈન્ટની લીડથી હરાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં શારીરિક ફ્ટિનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે સ્પોર્ટ્સ ખુબ જ જરૂરી હોય જેથી રાજ્ય પોલીસ દ્વારા ડીજીપી કપ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રાજકોટ મહિલા પોલીસની ટીમ વડોદરા રેંજ અને સુરતની ટીમને હરાવી ચેમ્પિયન બની છે.
ભાવનગર ખાતે ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધાનું તારીખ 14થી 16 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મહિલા પોલીસની ટીમે પણ ભાગ લીધો હતો ત્રિદિવસીય સ્પર્ધામાં દસ મહિલા કર્મચારીઓએ પોતાનું કૌશલ્ય દેખાડયું હતું આ સ્પર્ધામાં રાજકોટ મહિલા પોલીસે વડોદરા રેંજની ટીમને 11 પોઈન્ટની લીડથી અને સુરત શહેરની ટીમને 3 પોઈન્ટની લીડથી હરાવી વિજય હાંસલ કર્યો છે આ ટુર્નામેન્ટમાં સારું પરફોર્મન્સ કરી વધુ પોઈન્ટ મેળવનાર કૃપાબેનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા રાજકોટ પોલીસનું નામ રોશન કરનાર વિજેતા ચેમ્પિયન ટીમને ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, હેડ ક્વાટર એસીપી એમ આઈ પઠાણ, પીઆઇ એસ બી ઝાલા સહિતના અધિકારીઓએ શુભકામના પાઠવી હતી.