બે લાખથી વધુ ઇમરજન્સી દર્દીની સફળતાપૂર્વક સારવાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ એ વિશ્વસનીય આરોગ્ય સેવાના 19 સફળ વર્ષો પૂરા કર્યા. હોસ્પિટલના આરંભથી આજ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપતા કેટલાક વરિષ્ઠ તબીબો અમારી સાથે જોડાયેલા રહ્યા છે. જેમાં ડો. પ્રકૂવ કમાણી, સિનિયર ક્ધસલ્ટન્ટ – ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ, હેપેટોલોજિસ્ટ અને ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટિનલ એન્ડોસ્કોપિસ્ટ, ડો. તૃપ્તિ વૈષ્ણાણી -ક્ધસલ્ટન્ટ પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ, ડો. કાંત જોગાણી – સિનિયર ક્ધસલ્ટન્ટ બ્રેઇન એન્ડ સ્પાઇન સર્જન, ડો. રાજેશ ગણાત્રા, સિનિયર ક્ધસલ્ટન્ટ – યુરોલોજિસ્ટ, ડો. જિગ્ના ગણાત્રા, સિનિયર ક્ધસલ્ટન્ટ પ્રસૂતિ, સ્ત્રીરોગ અને સોનોલોજી નિષ્ણાત, ડો. ધર્મેશ સોલંકી સિનિયર ક્ધસલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી, ડો. જયદીપ દેસાઈ સિનિયર ક્ધસલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી, ડો. વિકાસ જૈન ક્ધસલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ ન્યુરો રેડિયોલોજિસ્ટ અને પેરિફેર લવેસ્ક્યુલર ઇન્ટરવેન્શનિસ્ટ આ તમામ તબીબો માત્ર હોસ્પિટલના તબીબી સિદ્ધિઓનો ભાગ નથી, પરંતુ તેઓ હોસ્પિટલના કરુણા, નિષ્ઠા અને ’દર્દીપ્રથમ’ અભિગમનું જીવંત પ્રતિબિંબ છે. વોકહાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ઝહાબીયા ખોરાકીવાલાએ જણાવ્યુ કે અમારો લક્ષ્યાંક હંમેશા દર્દી-પ્રથમ રહ્યો છે. તેમજ વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડો દુષ્યંત પટેલે જણાવ્યુ કે આ ફક્ત તબીબી શ્રેષ્ઠતાની ઉજવણી જ નહીં પરંતુ તે વિશ્વાસ, સંભાળ અને સમાજ સાથેના અમારા ઊંડા જોડાણની પણ ઉજવણી છે.
- Advertisement -
2,07,000+ ઇમરજન્સી કેસની સફળતાપૂર્વક સારવાર, 1,51,000+ ઓપીડી દર્દીઓની સારવાર, 58,000+ કાર્ડિયાક ઇન્ટર્વેન્શન્સ, 47,000+ કેન્સરના કેસમાં સારવાર, 45,000+ ગેસ્ટ્રો અને જનરલ સર્જરીઓ, 44,000+ ક્રિટિકલ કેર અને ચેપજન્ય રોગોની સારવાર, 19,000+ ફિઝિયોથેરાપીની સારવાર, 17,000+ યુરોલોજી અને નેફ્રોલોજી ટ્રીટમેન્ટ્સ, 16,500+ ન્યુરો સંબંધી ઇન્ટર્વેન્શન્સ, 7,600+ હાડકાં અને સાંધાની સર્જરીઓ, 4,100+ ઇન્ટર્વેન્શનલ રેડિયોલોજી પ્રક્રિયાઓ અને 3,600+ મધર એન્ડ ચાઈલ્ડ કેરની સફળ સારવાર કરાઇ છે.