ઇસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા
ટાઉન પ્લાનીગ શાખાના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીગ શાખાએ પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં. 4માં 60 ગેરકાયદે ઝૂંપડા અને વોર્ડ નં. 6માં આવેલા રામેશ્વર પાર્ક મેઈન રોડ પર એક રોડ ખુલ્લો કરાવી દબાણ દૂર કર્યું હતું.
રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં. 4માં અનામત પ્લોટ નંબર 34/બી તથા 35/એમાં અંદાજિત 60 જેટલા ઝૂંપડા બાંધી ગેરકાયદે દબાણ કર્યાનું ધ્યાને આવતા ટાઉન પ્લાનીગ શાખાના સ્ટાફે તે દબાણ દૂર કરાવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં. 6માં આવેલા રામેશ્વર પાર્ક મેઈન રોડ પર કોઈએ એંગલ નાખી રોડ બંધ કરી દેતા તે બંધ રોડ ખુલ્લો કર્યો હતો. આ ડિમોલીશનની કામગીરીમાં ટાઉન પ્લાનીગ શાખા ઇસ્ટ ઝોનના તમામ સ્ટાફ, રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા