રાજકોટ ખાતે વોર્ડ નંબર 18 કોઠારીયા વિસ્તાર ખાતે આવેલ જે.કે. પાર્કમાં ત્યાં ૩૬ લાખના ખર્ચે ડામર કામનું ખાત મુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું
વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજય સિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડના મહામંત્રી હિતેશભાઈ ઢોલરીયા, રવિભાઈ ઠાકોર સાથે સંગઠનના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા લતાવાસીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને જે.કે પાર્કના લતાવાસીઓમાં ચોમાસા પહેલા ડામર કામ શરૂ થતા રસ્તામાં કાદવકીચડનો પ્રશ્ન હલ થતાં ખૂબ જ આનંદની લાગણી પ્રસરી હતી અને વિસ્તારના તમામ અગ્રણીઓનું તેઓએ આભાર માન્યો હતો.


