રાજકોટમાં આજે મંગળવારે રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરના 12 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. તેમજ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે લક્ષ્મીનગરનું નાલુ બંધ કરવામાં આવ્યું છે. લક્ષ્મીનગરના નાલામાં પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ છે. રાજકોટમા ભક્તિનગર સર્કલ, માધાપર ચોકડી,મવડી ચોક,યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
- Advertisement -
