રાજકોટ જિલ્લામાં આજથી વેક્સિનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં સૌપ્રથમ રાજકોટ BAPSના ત્રણ સંતોએ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી, સાથોસાથ રાજ્યસભાના પૂર્વ સાંસદ અભય ભારદ્વાજના પત્ની અલ્કાબેન ભારદ્વાજે પણ ખાનગી હોસ્પિટલમાં વેક્સીન લઈને ત્રીજા તબક્કાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ અભય ભારદ્વાજનું નિધન કોરોનાને કારણે જ થયું હતું.

- Advertisement -
દરેક લોકોએ અચૂક વેક્સીન લેઇ જ જોઈએ – અપૂર્વમુની સ્વામી
વેક્સીન લીધા બાદ રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુની સ્વામીએ જણાવ્યું હતું કે,’કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવામાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે. હાલ જયારે સમગ્ર વિશ્વના લોકો જ્યારે વેકસીનની પ્રશંસા કરતા હોય ત્યારે રાજકોટના દરેક નાગરિકે વિકસીન અચૂક લેવી જ જોઈએ. મને ગઈકાલે CM વિજય રૂપાણીએ પણ ફોન કરીને કહ્યું હતું કે સંતો પણ વેક્સીનનો લાભ લે, ત્યારે આજે BAPSના ત્રણ સંતો સહિત લોકોએ લીધી છે. હું દરેક લોકોને અપીલ કરું છું કે તેઓ કોરોનાથી બચવા અવશ્ય વેક્સિન લગાવે.

રાજકોટવાસીઓને વિનંતી છે કે તમે પણ વેક્સીન જરૂરથી લેજો
- Advertisement -
હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ વેક્સીનેશન શરૂ થઈ ગયું છે ત્યારે મનપાના સ્ટેન્ડિગ કમિટીના પૂર્વ ચેરમેન બિપિનભાઈ અઢિયાએ આજરોજ સિવિલ હોસ્પિટલમાં વેક્સીન લીધી હતી અને જણાવ્યું હતું કે, આ રસી શરીરમાં પ્રવેશ્યા બાદ કોરોનાના ચેપ વિરુદ્ધ ઍન્ટીબોડી પેદા કરે છે. કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન એ ભારતનું સફળ કદમ છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ શરૂ થયું છે. રસી લેવાથી ઘણા ફાયદા છે. 60 વર્ષના ઇતિહાસમાં રસીકરણના કારણે શીતળા, ઓરી અછબડા આ રોગોને કન્ટ્રોલ કરી શકાયા. માટે મારી સર્વે રાજકોટવાસીઓને વિનંતી છે કે તમે પણ વેક્સીન જરૂરથી લેજો


