કાલાવાડ રોડ પર આવેલી LICની બિલ્ડિંગની દિવાલ પર બનાવેલા આ ચિત્રો હરકોઈનું મન મોહી લે છે
દેશવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે નજીક આવતી જાય છે ત્યારે અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રોજ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવાનો છે જેને લઈને રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટની વાત કરીએ તો રંગીલા રાજકોટમાં પણ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
રામભક્તો શ્રીરામ માટે કંઈક ને કંઈક કરવા તત્પર છે ત્યારે રાજકોટના એક પેઈન્ટરે કાલાવાડ રોડ પર આવેલ એલઆઈસીની બિલ્ડિંગની દિવાલ પર શ્રીરામ ભગવાન, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીનું અદ્ભુત પેઈન્ટિંગ બનાવી શ્રીરામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દર્શાવી છે. આ સુંદર ચિત્ર જોઈ હરકોઈ આકર્ષિત થઈ રહ્યા છે.