આજી GIDC ખાતે 11 નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય ધોરણોની નવી ટેકનોલોજીનું પ્રદર્શન; 10 હજારથી વધુ મુલાકાતીઓ આવવાની ધારણા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત વિશ્વમાં કાસ્ટિંગ મેન્યુફેક્ચરીંગમાં અગ્રણી ઉત્પાદક દેશ છે, અને રાજકોટ ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઝડપથી વિકસતું અને ડીઝલ એન્જિન, કાસ્ટિંગનું મોટું હબ છે. ભારતીય ફાઉન્ડ્રી ઉદ્યોગ આશરે 12.06 મિલિયન મેટ્રિક ટન કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે, જેમાં રાજકોટનો સિંહફાળો છે. આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આગામી તા. 11, 12 અને 13 નવેમ્બર, 2025ના રોજ રાજકોટ ખાતે ફાઉન્ડ્રી અને ફોર્જિંગને લગતું પ્રદર્શનIFFE (ઇન્ડિયન ફાઉન્ડ્રી ફોર્જિંગ ઇક્વિપમેન્ટ એક્સપો) યોજાશે.
- Advertisement -
આજી જીઆઇડીસી, એનએસઆઇસી ગ્રાઇત્રડ ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં ભારતભરમાંથી 160થી વધુ ફાઉન્ડ્રી સપ્લાયર અને ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. એક્ઝીફ્રન્સ મીડિયાના રોહિત બી. પટેલે જણાવ્યું હતું કે, આ એક્સપોમાં અદ્યતન નવી ટેક્નોલોજીવાળા ઇનોવેશન ઇક્વિપમેન્ટ્સ ડિસ્પ્લે, રોબોટ સાથેના ઇક્વિપમેન્ટ કાસ્ટિંગ મશીન, ન્યૂ ટેક્નોલોજી સાથેના ફર્નેશ અને ફાઉન્ડ્રી ઇક્વિપમેન્ટ તેમજ રો-મટીરિયલ જોવા મળશે. આ પ્રદર્શન ભારતના બેંગ્લોર, ચેન્નઇ, મુંબઇ, અમદાવાદ સહિતના અનેક શહેરોના ઉદ્યોગસાહસિકોને એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આનાથી ફાઉન્ડ્રી ફોર્જિંગ ઉદ્યોગ નવી ટેક્નોલોજી સાથે અપગ્રેડ થશે અને વેપારની નવી તકો સામે આવશે. આ ઈંઋઋઊ એક્સપોમાં અંદાજે 10 હજારથી વધુ લોકો મુલાકાત લેશે અને બી ટુ બી મુલાકાતીઓ માટે પ્રવેશ વિનામૂલ્યે રહેશે.



