દેશની સરહદો પર ફરજ બજાવતા વીર જવાનોની રક્ષા અને હિંમત વધારવા માટે રાજકોટની વિદ્યાર્થીનીઓએ એક પ્રેરણાદાયક પહેલ કરી છે. શહેરની લાલ બહાદુર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલયની 500 જેટલી વિદ્યાર્થિનીઓએ પોતાના હાથે 1111 રાખડીઓ બનાવી છે અને તેની સાથે પત્રો પણ લખ્યા છે. આ કોઈ એક વર્ષનો પ્રયાસ નથી. છેલ્લા સાત વર્ષથી આ શાળાની વિદ્યાર્થિનીઓ દેશની રક્ષા કરતા સૈનિકો માટે રાખડીઓ તૈયાર કરે છે. આ રાખડીઓ માત્ર રેશમના તાંતણા નથી, પરંતુ તેમાં વિદ્યાર્થિનીઓનો દેશપ્રેમ, સૈનિકો પ્રત્યેનો આદર અને તેમના માટે શુભકામનાઓ સમાયેલી છે. વિદ્યાર્થિનીઓએ પોતાના હાથે બનાવેલી આ રાખડીઓ સાથે સૈનિકોને ભાવનાત્મક પત્રો પણ લખ્યા છે. આ પત્રોમાં તેઓ સૈનિકોના બલિદાનને બિરદાવે છે, તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે અને તેમને હિંમત તથા પ્રેરણા પૂરી પાડે છે. આ અનોખો પ્રયાસ સૈનિકોના મનોબળને ઊંચું રાખવામાં ચોક્કસ મદદરૂપ થશે.
રાજકોટની વિદ્યાર્થિનીઓએ સૈનિકો માટે 1111 રાખડી અને પત્રો બનાવ્યા : સાત વર્ષથી ચાલતી અનોખી પરંપરા

Follow US
Find US on Social Medias