ગાંધીનગરથી મુખ્યમંત્રીએ 95 નવી ST બસનું લોકાર્પણ કર્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગાંધીનગર ખાતેથી એસટીની નવી 95 બસનું લોકાર્પણ કર્યુ હતું. જેમાં રાજકોટ એસટી ડિવિઝનને ત્રણ દિવસમાં કુલ 15 નવી બસ ફાળવવામાં આવશે. આ તમામ બસ રાજકોટ ડિવિજનના જુદા જુદા બસ ડેપો પર એલોટ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈખના હસ્તે રાજ્યભરના એસટી ડેપોને 95 જેટલી નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જેમાંથી રાજકોટ એસટી ડિવિઝનને પ્રથમ દિવસે આઠ અને ત્રણ દિવસ બાદ વધુ સાત બસ સહિત કુલ 15 નવી સુપર ડિલક્સ એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી રાજકોટ એસટી ડેપોએ 3, ગોંડલ ડેપોએ 2, જસદણ ડેપોએ 2, સુરેન્દ્રનગર ડેપોએ 2, મોરબી ડેપોએ 2, વાંકાનેર ડેપોએ 2 અને ધ્રાંગધ્રા ડેપોએ 2 નવી બસની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે હવે તહેવારો પર રાજકોટ સહિતના જિલ્લાઓના મુસાફરોને એસટીના રૂટમાં પણ વધારો થતા ફાયદો થશે. તેમજ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ એક વર્ષમાં રાજકોટ એસટી ડિવિજનને 90થી વધુ નવી એસટી બસની ફાળવણી કરાશે.
રાજકોટ એસટી ડિવિઝનથી ચાલતી બસોની સંખ્યા
જઝ બસનો પ્રકાર સંખ્યા
વોલ્વો જઝ બસ 10
એસી ST 08
ઈલેક્ટ્રીક મીની બસ 23
સ્લીપર કોચ 23
ગુર્જર નગરી 36
લક્ઝરી ST બસ 18
ઓર્ડિનરી – 385
મીની બસ 59
કુલ 56ર
એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો. આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે તેમજ ઙઙઙ મોડલ અંતર્ગત 100 આધુનિક બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્રતયા 2063 બસો લોકોની સેવામાં મૂકવાનું પ્રાવધાન કર્યું છે. આ પૈકી 151 સુપર એક્સપ્રેસ બસો રૂ. 52.63 કરોડના ખર્ચે જનસેવામાં મૂકવામાં આવી છે. નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ બસો રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8 હજારથી વધુ બસો દ્વારા દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમના સ્થાને પહોંચાડે છે. તહેવારો અને વિશિષ્ટ અવસરો પર વધારાની બસોનું સંચાલન કરીને નિગમ અવિરત સેવાથી સમગ્ર સમાજને જોડતું રહ્યું છે. આ તકે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્યો હાજર રહ્યા હતાં.