જમીન પચાવી પાડવા ભૂમાફિયાઓ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
એસ.પી કચેરી સામે ત્રણ લોકોનો આત્મવિલોપનનો પ્રયાસ : અટકાયત
- Advertisement -
રાજકોટની એસ પી કચેરી ખાતે એક મહિલા અને બે લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેઓની અટકાયત કરી છે. રાજકોટના રાવકી ગામે આવેલી ભગવાન બુદ્ધની જમીન પચાવી પાડવા ભુમાફિયાઓ ત્રાસ આપતા હોવાનો પીડિતોએ આક્ષેપ કર્યો છે. પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામે રહેતા મુકેશભાઈ ડાંગર અને એક મહિલાએ જિલ્લા પોલીસવડાની કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસે મુકેશભાઈ અને એક મહિલાની અટકાયત કરી હતી. મુકેશ ડાંગરએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાવકી ગામે ભગવાન બુદ્ધની જમીન ઉપર ભુમાફિયાઓનો ડોળો છે જેને લીધે તેઓ અમને ત્રાસ આપી રહ્યા છે અને પોલીસ પણ કઈ કરી રહી નથી. જેથી આખરે કંટાળીને તેઓએ આત્મવિલોપનનો પ્રયાસ હાથ ધર્યો હતો. પોલીસે હાલ તો બંનેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.