ખાસ-ખબર સંવાદદાતા
આજકાલ યુવાધનમાં દારૂ, ગાંજા કરતા ઈ સિગારેટ અને હુક્કાના રવાડે ચડી રહ્યા છે. ઈ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે છતાપણ કોઈને કોઈ રીતે છાને ખૂણે શહેરમાં અનેક સ્થળો પર મળી રહી છે. ત્યારે બીજી બાજુ આ દૂષણને ડામવા માટે પોલીસે પણ કમર કસી લીધી હોય તબક્કાવાર પાનની દુકાનોમાં ઈ-સિગારેટ અંગેની ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટ શહેર એસઓજીએ કાલાવાડ રોડ પર આવેલી આશાપુરા પાનમાં ચેકિંગ કરતા અલગ અલગ બ્રાન્ડની 31200ની ઈ સિગારેટ(વેપ) મળી આવી હતી. પોલીસે જથ્થો જપ્ત કરી અનીલભાઈ વાલવાણીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ભારતમાં ઈ સિગારેટ પર પ્રતિબંધ છે. ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી જાય છે. ત્યારે ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા માટે શહેર ક્રાઈમ બ્રાન્ચની સતત સતર્ક રહે છે. એસઓજી પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે કાલાવાડ રોડ પર આવેલી પરિમલ સ્કૂલની સામેના ભાગમાં આવેલી આશાપુરા પાન નામની દુકાનમાં રેડ પાડી અલગ અલગ બ્રાન્ડની ઈ સિગારેટ જેની કિંમત 31200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે
31 હજારના પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થાને ઝડપી પાડતી રાજકોટ SOG
