ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ વાસીઓના દુ:ખ દુર કરતા દાદા એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ આજે શનિવારના પવિત્ર દિવસે મંદિરના મહંત પૂ. વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી પૂ.રાધારમણ સ્વામી તથા કોઠારી પૂ. મુનિવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ બાલાજી હનુમાનજી મહારાજને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે.આજે હજારોની સંખ્યામાં ભક્તો બાલાજી દાદાના દર્શને પધારશે. દાદાની રાજોપચાર પૂજનથી થતી સંધ્યા આરતીનો દિવ્ય લાભ લેશે.



